Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > LPG સિલિન્ડરમાં અચાનક લાગેલી આગમાં મહિલા અને ટીનેજર ઘાયલ થયાં

LPG સિલિન્ડરમાં અચાનક લાગેલી આગમાં મહિલા અને ટીનેજર ઘાયલ થયાં

Published : 13 November, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંધેરી-ઈસ્ટના ચકાલામાં ગુરુવારે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળતાં એક મહિલા અને ૧૩ વર્ષની ટીનેજર ઘાયલ થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અંધેરી-ઈસ્ટના ચકાલામાં ગુરુવારે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળતાં એક મહિલા અને ૧૩ વર્ષની ટીનેજર ઘાયલ થઈ હતી. આ ઘટના ૭.૩૫ વાગ્યે કાજુવાડીમાં આવેલી એક ચાલમાં બની હતી. ગ્રાઉન્ડ પ્લસ વનના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમમાં સિલિન્ડરના મુખ્ય વાલ્વમાંથી અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગની અસર ટીનેજર અને મહિલા બન્નેએ પહેરેલાં કપડાં અને રસોડામાં રહેલી અન્ય વસ્તુઓ પર થઈ હતી. આગ લગભગ ૩ ચોરસ ફુટના વિસ્તારમાં ફેલાઈ હતી. સાંજે ૮.૦૪ વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. રુતિકા ગૌડ પચીસ ટકા અને નેહા ગૌડ ૧૪ ટકા દાઝી ગઈ છે. બન્નેને કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK