આ કૅપ્સ્યુલ ચંદ્રની નીચેના ભાગમાં અને એની પૅરૅશૂટ ચંદ્રની ઉપર ટોપીની જેમ ગોઠવાઈ હોય એવું લાગે છે.
કૅપ્સ્યુલના બૅકગ્રાઉન્ડમાં સોળે કળાએ ખીલેલો ચંદ્ર દેખાઈ રહ્યો છે
ચીનના વિદેશ ખાતાના પ્રવક્તા માઓ નિંગએ ચીનના અંતરીક્ષ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરી રહેલા અંતરીક્ષયાત્રીઓને લઈને આવતી કૅપ્સ્યુલની તસવીર શૅર કરી હતી. નિંગે જે તસવીર શૅર કરી હતી એ ચોક્કસ એવા સમયે લેવાયેલી હતી જ્યારે કૅપ્સ્યુલના બૅકગ્રાઉન્ડમાં સોળે કળાએ ખીલેલો ચંદ્ર દેખાઈ રહ્યો હતો. ૭ મહિના સુધી ચીની સ્પેસ-સ્ટેશન પર રહ્યા પછી અવકાશયાત્રીઓ શેનઝોઉ-૨૧ કૅપ્સ્યુલથી પૃથ્વી પર લૅન્ડ થયા હતા. આ કૅપ્સ્યુલ ચંદ્રની નીચેના ભાગમાં અને એની પૅરૅશૂટ ચંદ્રની ઉપર ટોપીની જેમ ગોઠવાઈ હોય એવું લાગે છે.
પિન્ક સૂપ ઉત્સવ
ADVERTISEMENT
લિથુઆનિયા નામના યુરોપિયન દેશમાં હાલમાં પિન્ક સૂપ ફેસ્ટિવલ યોજાયો હતો. એમાં દેશની રાજધાની વિનિયસમાં લોકો પરંપરાગત બીટરૂટમાંથી બનેલો ગુલાબી સૂપનો ઉત્સવ ઊજવે છે. લોકો ગુલાબી કપડાં પહેરે છે અને બીટમાંથી બનેલાં વ્યંજનોની મજા માણે છે અને પિન્ક રંગના સૂપનો વાટકો ઉપાડીને રેસ લગાવે છે. પિન્ક સૂપ મહોત્સવમાં સૂપ પીવાની સ્પર્ધા પણ થાય છે. ૩ દિવસ સુધી આખું શહેર પિન્ક રંગે રંગાયેલું જોવા મળે છે. ચોમેર બીટરૂટની વાનગીઓ ખવાય છે અને ખાસ તો બીટનો ઠંડો સૂપ પીવાય છે.
