Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સુરતના રેલવે-સ્ટેશનના ફૂડ-સ્ટૉલ પર ડિસ્પ્લે બૉક્સમાં પફ ખાતો ઉંદર જોવા મળ્યો

સુરતના રેલવે-સ્ટેશનના ફૂડ-સ્ટૉલ પર ડિસ્પ્લે બૉક્સમાં પફ ખાતો ઉંદર જોવા મળ્યો

Published : 01 September, 2026 12:14 PM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરત રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર-૧ પરના ફૂડ સ્ટૉલનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં ફૂડ ડિસ્પ્લે બૉક્સમાં ઉંદર પફ ખાતો જોવા મળ્યો. ફરિયાદ બાદ રેલવે પ્રશાસને સ્ટૉલ બંધ કરાવી સફાઈ કરાવી.

સુરતના રેલવે-સ્ટેશનના ફૂડ-સ્ટૉલ પર  ડિસ્પ્લે બૉક્સમાં પફ ખાતો ઉંદર જોવા મળ્યો

સુરતના રેલવે-સ્ટેશનના ફૂડ-સ્ટૉલ પર ડિસ્પ્લે બૉક્સમાં પફ ખાતો ઉંદર જોવા મળ્યો


હોટેલ, રેસ્ટોરાં હોય કે કોઈ કૅન્ટીન, ફૂડની ગુણવત્તા અને સફાઈ બાબતે કોઈ ગૅરન્ટી નથી એ વાત વારંવાર પુરવાર થઈ રહી છે. સુરતના રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર વન પરના ફૂડ-સ્ટૉલનો એક વિડિયો વાઇરલ થયો છે. એમાં જ્યાં ફૂડ ડિસ્પ્લે કરવામાં આવ્યું હોય એ બૉક્સમાં ઉંદરમામા પફ ખાઈ રહ્યા છે. વિડિયો ૨૯ ઑગસ્ટે - સવારે લગભગ ૩.૧૫ વાગ્યે લીધેલો છે. આ વિડિયો વાઇરલ થયો અને પછી એમાં કરવામાં આવેલો દાવો પણ સાચો ઠર્યો એટલે રેલવે-પ્રશાસને તરત જ એ ફૂડ-સ્ટૉલ બંધ કરાવીને સાફસફાઈ કરાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 12:14 PM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK