Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૯ વર્ષ સુધી છોકરી તરીકે જીવતો રહ્યો છોકરો, તેને ખુદને પણ ખબર નહોતી

૧૯ વર્ષ સુધી છોકરી તરીકે જીવતો રહ્યો છોકરો, તેને ખુદને પણ ખબર નહોતી

Published : 06 February, 2026 02:44 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના લુઇસિયાનામાં રહેતા જિમ એમ્બ્રોસ નામના ૧૯ વર્ષના ટીનેજરની ટીનેજ પૂરી થતાં સુધીમાં જીવન આખું ધરમૂળથી બદલાઈ ગયું હતું.

જિમ એમ્બ્રોસ

અજબ ગજબ

જિમ એમ્બ્રોસ


અમેરિકાના લુઇસિયાનામાં રહેતા જિમ એમ્બ્રોસ નામના ૧૯ વર્ષના ટીનેજરની ટીનેજ પૂરી થતાં સુધીમાં જીવન આખું ધરમૂળથી બદલાઈ ગયું હતું. તેણે આ વાતનો ખુલાસો એક ટીવી-ઇન્ટરવ્યુમાં કર્યો હતો. તેનાં માતા-પિતાએ જિમને બાળપણથી જ દીકરી તરીકે ઉછેર્યો હતો. તેનું નામ હતું ક્રિસ્ટી. જોકે તે ટૉમબૉય જેવું જીવન વધુ પસંદ કરતો હતો. પોતે છોકરી છે એ વાત તેને પસંદ નહોતી આવતી. વાત એમ હતી કે જિમનો જન્મ થયો ત્યારે તેનાં જનનાંગો પૂરી રીતે ડેવલપ થયાં નહોતાં. ડૉક્ટરોને પણ બહારનાં અંગો જોઈને સમજાયું નહીં કે આ બાળક છોકરી છે કે છોકરો. ડૉક્ટરોએ તેના પેરન્ટ્સને સલાહ આપી કે જિમની સર્જરી કરાવીને અવિકસિત પુરુષ જનનાંગો કાઢી નાખવાં અને છોકરી જેવાં જનનાંગો રાખીને તેને દીકરીની જેમ જ ઉછેરો. જોકે આ વાત માતા-પિતાએ ક્યારેય પોતાના સંતાનને કહી નહોતી. ક્રિસ્ટીને ટૉમબૉયની જેમ જીવવામાં જરાય ખુશી મહેસૂસ નહોતી થતી. જોકે ૧૯ વર્ષની વયે તેણે માંદગીને કારણે કેટલાક મેડિકલ રિપોર્ટ્સ કરાવવા પડ્યા. એમાં પેઢુના ભાગનું સ્કૅનિંગ કરાવવું પડ્યું જેમાં ખબર પડી કે તે છોકરી નહીં પણ છોકરો છે. તેના શરીરની અંદર પુરુષ જનનાંગો છે જે ભલે અવિકસિત છે, તેના શરીરમાં પુરુષ હૉર્મોન્સનો સ્રાવ વધુ કરે છે. બસ, એ પછી તો ક્રિસ્ટીનું જીવન બદલાઈ ગયું. તેણે નામ બદલીને જિમ કર્યું. હવે જિમને પોતાના બૉડીથી અને પોતે છોકરો છે એ વાતની બહુ ખુશી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 02:44 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK