તેઓ કારની પાછળની સીટમાં બેસીને જ તેમના કસ્ટમર્સને મળે છે અને ત્યાં જ બેસીને ક્લાયન્ટ્સ માટેના જરૂરી દસ્તાવેજો તૈયાર કરે છે.
અનીતા ઝા
બિહારના મધુબનીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના કૉમ્પ્લેક્સમાં રોજ સફેદ રંગની એક કાર પાર્ક થાય છે અને એ પાર્કિંગ જ હોય છે વકીલ અનીતા ઝા નામના વકીલની ઑફિસ. છેલ્લાં ૧૩ વર્ષથી તેઓ એમ જ કરે છે. નાની કોર્ટોમાં મહિલા વકીલો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન રહેતું હોવાનો તેમનો આરોપ છે. કોર્ટની બહાર વકીલો માટેની જગ્યાએ અનીતા ઝાને બેસીને કામ કરવાની જગ્યા ન આપવા માટે સ્થાનિક કેટલાક વકીલોએ પણ ષડયંત્ર કર્યું હતું. જોકે આ બધાથી પર થઈને અનીતાબહેને પોતાની ઑફિસ જગ્યાના અભાવે કારમાં જ શરૂ કરી દીધી હતી. છેલ્લાં ૨૮ વર્ષમાં અનીતા ઝાએ ૨૦,૦૦૦થી વધુ કેસ સંભાળ્યા છે. તેઓ કારની પાછળની સીટમાં બેસીને જ તેમના કસ્ટમર્સને મળે છે અને ત્યાં જ બેસીને ક્લાયન્ટ્સ માટેના જરૂરી દસ્તાવેજો તૈયાર કરે છે.


