હરિયાણાના પાણીપતમાં ઍડ્વોકેટ બલવીર પનવારે પોતાના ડૉગી રૉકીના મોત પર એને ખૂબ ભાવપૂર્વક વિદાય આપી હતી
પહેલી ફેબ્રુઆરીએ રૉકીનો બર્થ-ડે હતો અને તેઓ દર વર્ષે રૉકીની ગેરહાજરીમાં પણ એ દિવસને મનાવશે.
હરિયાણાના પાણીપતમાં ઍડ્વોકેટ બલવીર પનવારે પોતાના ડૉગી રૉકીના મોત પર એને ખૂબ ભાવપૂર્વક વિદાય આપી હતી. અંતિમ સંસ્કાર વિધિવત્ કરવા ઉપરાંત રૉકીનાં અસ્થિનું વિસર્જન હરિદ્વાર જઈને ગંગામાં કરવામાં આવ્યું હતું. રૉકીને ઘરના જ સભ્યની જેમ ઉછેરનાર પરિવારે એના ગયા પછી વિધિવત્ તેરમાની વિધિ કરીને વિશાળ ભંડારો યોજ્યો હતો જેમાં સગાંસંબંધીઓ, મિત્રો અને સોસાયટીના લોકોને જમાડવામાં આવ્યા હતા. રૉકીને કિડનીની તકલીફ હતી એટલે એ લાંબા સમયથી બીમાર હતો. અનેક ડૉક્ટરોને બતાડ્યા પછી પણ એની સારવાર શક્ય નહોતી બની શકી. પહેલી ફેબ્રુઆરીએ રૉકીનો બર્થ-ડે હતો અને તેઓ દર વર્ષે રૉકીની ગેરહાજરીમાં પણ એ દિવસને મનાવશે.


