ન્યુ ઝીલૅન્ડે આવી લાંબાં નામોની અરજી લઈને કોઈ ન આવે એ માટે નામ રાખવાની બાબતમાં કડક કાયદાઓ બનાવી દીધા છે.
ન્યુ ઝીલૅન્ડના કાયદા મુજબ તેમણે એ નામ માન્ય કરાવી લીધું
નામ એક જ શબ્દનું હોય એ જરૂરી નથી. ન્યુ ઝીલૅન્ડના એક ભાઈએ તો પોતાના પૂરા નામ માટે જે-જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એ મગજ ચકરાવે ચડાવી દે એવો છે. લૉરેન્સના હુલામણા નામે જાણીતા આ ભાઈએ ખૂબ રિસર્ચ કરીને પોતાના નામ, ગામ, પૂર્વજો, સમાજ અને બીજા જે કોઈ પણ યુનિક શબ્દો લાગે એ તમામ માહિતીઓ જે મળી એ બધું જ પોતાના નામની અંદર જૉઇન કરી દીધું છે. એને કારણે નામ ૨૩૦૦ શબ્દોનું થઈ ગયું હતું. જોકે આ નામ એમ જ રાખવા માટે નહોતું. ભાઈએ એને ઑફિશ્યલ કરાવવા માટે કાર્યવાહી પણ કરી. જોકે એ કાર્યવાહી દરમ્યાન અમુક શબ્દો કાઢી નાખવા પડ્યા અને નામ થઈ ગયું ૨૨૫૩ શબ્દોનું. આ નામ માટે ભાઈએ બાકાયદા કોર્ટમાં લડાઈ કરી અને જીત્યા પણ ખરા. ન્યુ ઝીલૅન્ડના કાયદા મુજબ તેમણે એ નામ માન્ય કરાવી
લીધું અને એટલે જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં તેમને સૌથી લાંબા નામનો ખિતાબ પણ મળ્યો.
અલબત્ત, એ પછી ન્યુ ઝીલૅન્ડે આવી લાંબાં નામોની અરજી લઈને કોઈ ન આવે એ માટે નામ રાખવાની બાબતમાં કડક કાયદાઓ બનાવી દીધા છે.

