Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ક્રિસમસ આઇલૅન્ડ પરથી હજારો લાલ કરચલા સમુદ્ર તરફ દોડ્યા

ક્રિસમસ આઇલૅન્ડ પરથી હજારો લાલ કરચલા સમુદ્ર તરફ દોડ્યા

Published : 19 November, 2026 01:04 PM | Modified : 19 November, 2026 01:08 PM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદ શરૂ થાય એ પહેલાં કરચલા સમુદ્રમાં જાય છે. આ કરચલા રસ્તા પર અને વાહનો નીચે કચડાઈ ન જાય એ માટે એમના માટે ખાસ બ્રિજ બનાવવામાં આવ્યા છે. લાલ કરચલાઓનું રોડ પરથી સામૂહિક પ્રસ્થાન જોવું એ પણ એક લહાવો હોવાથી એનું સ્થાનિક ટીવી-ચૅનલો પર લાઇવ પ્રસારણ.

લાલ કરચલાઓનું અનોખું સ્થળાંતર

અજબ ગજબ

લાલ કરચલાઓનું અનોખું સ્થળાંતર


ઑસ્ટ્રેલિયાના ક્રિસમસ આઇલૅન્ડ પર આજકાલ રસ્તામાં હજારોની સંખ્યામાં લાલ કરચલા જોવા મળે છે. આ કરચલા ટાપુ પરથી સમુદ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આઇલૅન્ડ પર પહેલી વાર વરસાદ ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં થાય છે. વરસાદ શરૂ થાય એ પહેલાં કરચલા સમુદ્રમાં જાય છે. આ કરચલા રસ્તા પર અને વાહનો નીચે કચડાઈ ન જાય એ માટે એમના માટે ખાસ બ્રિજ બનાવવામાં આવ્યા છે. લાલ કરચલાઓનું રોડ પરથી સામૂહિક પ્રસ્થાન જોવું એ પણ એક લહાવો હોવાથી એનું સ્થાનિક ટીવી-ચૅનલો પર લાઇવ પ્રસારણ પણ થાય છે. લાલ કરચલા ક્યારે સમુદ્ર તરફ પ્રયાણ કરશે એ ચંદ્રની સ્થિતિ પર નિર્ભર છે. જ્યારે ચંદ્ર કૃષ્ણ પક્ષ એટલે કે ઘટતી કળાએ ખીલી રહ્યો હોય ત્યારે આ કરચલા ઈંડાં આપે છે. ઈંડા આપ્યા પછી એને કેટલાય દિવસો સુધી સેવવામાં આવે છે. એ પછી જ્યારે કરચલા સમુદ્ર તરફ જાય ત્યારે એને રસ્તા પર મોકળો માર્ગ આપવામાં આવે છે. અહીં કરચલાઓને કદી ખસેડવામાં નથી આવતા, રસ્તામાં કરચલા મળી જાય તો લોકો વાહનો સાઇડ પર કરીને એમને જવા માટે રસ્તો કરી આપે છે. સ્થાનિક પ્રશાસન પણ કરચલાઓના સરઘસને પસાર થવા દેવા માટે કલાકો સુધી રસ્તા પરની અવરજવર બંધ કરી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 01:08 PM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK