Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‌હિન્દુસ્તાનની દરેક વ્ય‌ક્તિના લોહીમાં રામ વસે છે : જાવેદ અખ્તર

‌હિન્દુસ્તાનની દરેક વ્ય‌ક્તિના લોહીમાં રામ વસે છે : જાવેદ અખ્તર

Published : 19 November, 2026 10:36 AM | Modified : 19 November, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં રણબીર ભગવાન રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. દર્શકોને ફિલ્મની ભવ્યતા, કલાકારોનો અભિનય અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ખૂબ પસંદ આવી રહ્યાં છે.

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર


રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ પહેલા દિવસથી જ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં રણબીર ભગવાન રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. દર્શકોને ફિલ્મની ભવ્યતા, કલાકારોનો અભિનય અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ખૂબ પસંદ આવી રહ્યાં છે, પણ ફિલ્મનાં ગીતોને લઈને લોકોના અભિપ્રાય અલગ-અલગ છે. કેટલાક દર્શકોને ફિલ્મનું મ્યુઝિક પસંદ આવ્યું છે તો અનેક લોકો નિરાશ પણ થયા છે. હવે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ફિલ્મનાં ગીતો વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આખરે આ ગીતો લોકોનાં દિલમાં જગ્યા બનાવવામાં કેમ નિષ્ફળ રહ્યાં છે.

‘રામાયણ’ વિશે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. જોકે મારી દીકરી ઝોયા અખ્તરે ફિલ્મ જોઈ છે અને એનાં ખૂબ વખાણ પણ કર્યાં છે. ફિલ્મનાં ગીતોની વાત છે ત્યાં સુધી મારો અનુભવ કહું તો હું સારો લેખક છું એટલે મારી લખેલી પંક્તિઓ લોકોનાં દિલને સ્પર્શે છે. રામ માત્ર એક નામ નથી; એક વિચાર, નૈતિકતા, જીવન જીવવાની રીત અને આચારસંહિતા છે. જ્યારે તમે રામને આ દૃષ્ટિકોણથી જુઓ છો, સમજો છો અને તેમની પ્રશંસા કરો છો ત્યારે તેમની વાતો દિલને કેમ ન સ્પર્શે? કદાચ મારી આ વાતથી ઘણા લોકો નારાજ થશે પણ હિન્દુસ્તાનની દરેક વ્યક્તિના લોહીમાં... પછી ભલે તેનો ધર્મ કોઈ પણ હોય... રામ વસે છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK