Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રશિયામાં દેખાયા એકસાથે ત્રણ સૂરજ

રશિયામાં દેખાયા એકસાથે ત્રણ સૂરજ

Published : 02 February, 2026 02:04 PM | IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ખગોળીય ઘટના સોલર ગાલા નામના ઑપ્ટિકલ ઇલ્યુઝનને કારણે બની હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


સામાન્ય રીતે ક્ષિતિજ પાસે પરાવર્તનના નિયમને કારણે ચોક્કસ જગ્યાએ ચોક્કસ સમયે સૂર્યનું પ્રતિબિંબ એની બાજુમાં જ દેખાતું હોય એવો ભાસ થતો હોય છે. આવી ઘટનાઓ જવલ્લે જ જોવા મળે છે. જોકે રશિયાના મરમાન્સ્કમાં તો રૅરેસ્ટ ઑફ રૅર ઘટના જોવા મળી. બે નહીં, ૩ સૂરજ એકસાથે એક જ ક્ષિતિજ પર હોય એવું દૃશ્ય રચાયું. આ ઘટનાનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકનારા એક રશિયને લખ્યું હતું, ‘હું ૨૮ વર્ષથી રહું છું, પરંતુ આવું દૃશ્ય કદી જોયું નથી.’

આ ખગોળીય ઘટના સોલર ગાલા નામના ઑપ્ટિકલ ઇલ્યુઝનને કારણે બની હતી. એમાં સૂ‍ર્યની રોશની લાખો બરફનાં ક્રિસ્ટલ પરથી પરાવર્તિત થાય છે જેને કારણે સૂર્યની બાજુમાં જ બીજો સૂર્ય હોય એટલો તેજપુંજ રચાય છે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 02:04 PM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK