ઉજ્જૈનમાં એક સૅન્ડવિચ શૉપના ઉદ્ઘાટનમાં હ્યુમનૉઇડ રોબોને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. બૉડીગાર્ડ્સ સાથે આવેલા રોબોનું ફૂલહાર અને ગમછાથી સ્વાગત થયું, જ્યારે મ્યુઝિક વાગતાં તેણે મહેમાનો સાથે ડાન્સ પણ કર્યો હતો.
ઉજ્જૈનમાં સૅન્ડવિચ શૉપના ઉદ્ઘાટનમાં રોબો બન્યો ચીફ ગેસ્ટ
હ્યુમનૉઇડ રોબોઝ હવે રેસ્ટોરાં-ઇન્ડસ્ટ્રીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જોકે ઉજ્જૈનમાં એક સૅન્ડવિચ શોપના ઉદ્ઘાટનમાં પણ કોઈ મહાનુભાવ કે સેલિબ્રિટીને નહીં પણ રોબોને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. રોબો બૉડીગાર્ડ્સની સાથે એ શૉપમાં આવ્યો એટલે શૉપઓનરે એનું ગમછો અને ફૂલની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું.
A Chinese Unitree robot, allegedly rebadged by Bidyut Innovations à la Galgotias, draped in saffron, with security gunmen in tow, arrives as the chief guest to inaugurate a sandwich shop in Ujjain.
— Harsh Goenka (@hvgoenka) August 24, 2026
Does any of this make sense to you? Only in India! ? pic.twitter.com/CT85k4JSi2
ADVERTISEMENT
આ રોબો એટલો ટ્રેઇન્ડ હતો કે મ્યુઝિક વાગતાં બીજા લોકોની સાથે એ પણ ડાન્સ કરવા લાગ્યો હતો. રોબોને કંકુતિલક, માળા અને ગમછો પહેરાવીને મહેમાનોએ એની સાથે ડાન્સ કર્યો અને સેલ્ફી લીધો. ચાઇનીઝ યુનિટ્રી કંપનીએ બનાવેલા આ રોબોના વિડિયોને કારણે ઉજ્જૈનની સૅન્ડવિચ શૉપ ખૂબ વાઇરલ થઈ ગઈ હતી.
