Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સૂઈને ઊઠતાં શરીર ભૂરું પડી ગયું, પછી...

સૂઈને ઊઠતાં શરીર ભૂરું પડી ગયું, પછી...

Published : 13 March, 2026 01:12 PM | IST | Derbyshire
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગભરાઈને હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં સારવાર માટે પહોંચીને ખબર પડી કે એ તો ચાદરનો રંગ હતો

ઇન્જેક્શન લગાવવા માટે આલ્કોહૉલવાળા વાઇપથી ત્વચા સાફ કરી ત્યાં જ આવ્યો ટ્વિસ્ટ

અજબગજબ

ઇન્જેક્શન લગાવવા માટે આલ્કોહૉલવાળા વાઇપથી ત્વચા સાફ કરી ત્યાં જ આવ્યો ટ્વિસ્ટ


ક્યારેક અમુક લક્ષણો જોઈને ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ ક્રીએટ થઈ જાય, પરંતુ પછી કોથળામાંથી બિલાડું નીકળે. બ્રિટનના ડર્બીશરમાં રહેતા એક ભાઈ સવારે વહેલા ઊઠ્યા ત્યારે તેમનું શરીર ભૂરું પડી ગયું હતું. ગોરી ચામડી પર ભૂરાશ પણ બહુ ઊડીને આંખે વળગે. એ જોઈને તરત જ તેના પરિવારજનો તેને ઊંચકીને હૉસ્પિટલમાં લઈ ગયા. એ ભાઈને બીજાં કોઈ લક્ષણો તો નહોતાં વર્તાઈ રહ્યાં, પરંતુ ભૂરું પડી ગયેલું શરીર જોઈને તેમને પણ ચિંતા થઈ. ત્વચા ભૂરી પડી જાય એ ઑક્સિજનની કમીનું લક્ષણ છે અને એ ક્યારે જોખમમાં પરિવર્તન પામે એની ખબર પણ ન પડે. તરત જ તે ભાઈને ઇમર્જન્સી રૂમમાં લઈ જઈને ઑક્સિજન માસ્ક પહેરાવી દેવામાં આવ્યો. ઑક્સિજન માપવા માટેનું મશીન હાથ પર લગાવ્યું અને તાત્કાલિક ઑક્સિજનનું લેવલ સુધરે એ માટે ઇન્જેક્શન લગાવવા માટે આલ્કોહૉલવાળા વાઇપથી ત્વચા સાફ કરી ત્યાં જ આવ્યો ટ્વિસ્ટ. જે જગ્યા પર ઇન્જેક્શન માટે આલ્કોહૉલવાળું વાઇપ લગાવવામાં આવેલું એ રૂ ભૂરું થઈ ગયું. એટલે ડૉક્ટરોએ વધુ વાઇપ્સ લઈને હાથની આજુબાજુની જગ્યા સાફ કરી તો એ રૂ પણ ભૂરું થવા લાગ્યું અને ત્વચા ધીમે-ધીમે થોડી ઊઘડવા લાગી. ડૉક્ટરોને સમજાયું કે ત્વચા પરની ભૂરાશ અંદરથી નહીં પણ બહારથી લાગેલો રંગ છે. તેમણે તરત જ દરદીને પૂછ્યું કે શું તમે ત્વચા પર કોઈ ભૂરી ચીજ ઘસી હતી? દરદીએ ખૂબ વિચાર્યા પછી પહેલાં તો ના પાડી, પણ પછી તેને યાદ આવ્યું કે તે નવીનક્કોર ભૂરી ચાદર પર સૂતો હતો. તેના ફ્રેન્ડે આપેલી ચાદર ડાર્ક ભૂરા રંગની હતી અને કદાચ એના પરનો રંગ કાચો હોવાથી જ્યારે તે સૂઈ ગયો ત્યારે એનો રંગ તેના શરીર પર લાગી ગયો હતો. સૂતી વખતે તે કપડાં પહેરતો ન હોવાથી પસીનાને કારણે કાચો રંગ આખા શરીર પર એકસરખો ફેલાઈ ગયો હતો. અચાનક જ કટોકટીની પરિસ્થિતિ હાસ્યની છોળોમાં પરિણમી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 01:12 PM IST | Derbyshire | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK