ઉત્તર પ્રદેશના આગરામાં એક યુવાને ઘડીભરની મજા માટે એવું કામ કરી નાખ્યું કે પછી તે લગભગ ૩૬ કલાક પીડાથી કણસતો રહ્યો
ડૉક્ટરોએ એક્સ-રે કર્યો તો ખબર પડી કે પાણીની બૉટલ મળાશયમાં ખાસ્સી ઊંડે સુધી ઊતરી ગઈ છે.
ઉત્તર પ્રદેશના આગરામાં એક યુવાને ઘડીભરની મજા માટે એવું કામ કરી નાખ્યું કે પછી તે લગભગ ૩૬ કલાક પીડાથી કણસતો રહ્યો. વાત એમ હતી કે તેણે પોતાના પ્રાઇવેટ પાર્ટમાં એક લીટરની પાણીની બૉટલ ખોસી દીધી હતી. ૩૮ વર્ષનો પરણેલો યુવક મંગળવારે પ્રાઇવેટ હૉસ્પિટલમાં ગયો ત્યારે ન તો તેનાથી ચાલી શકાતું હતું કે ન બેસી શકાતું હતું. ડૉક્ટરોએ એક્સ-રે કર્યો તો ખબર પડી કે પાણીની બૉટલ મળાશયમાં ખાસ્સી ઊંડે સુધી ઊતરી ગઈ છે. આ યુવકને ઍનલ ઇરૉટિસિઝમ નામનો સાઇકો-સેક્સ્યુઅલ ડિસઑર્ડર હતો. એને કારણે તે ગુદાદ્વારમાં સ્ટિમ્યુલેશન માટે કંઈ પણ અંદર નાખી દેવાની આદત ધરાવતો હતો. ડૉક્ટરોએ બૉટલ કાઢવા માટે સર્જરી કરી જે દોઢ કલાક ચાલી. એમાં તેના ગુદાદ્વારને પણ નુકસાન થયું હતું.
ડૉક્ટરનું કહેવું છે કે ઍનલ ઇરૉટિસિઝમ એ કોઈ બીમારી નથી પરંતુ એવી સમસ્યા છે જેમાં દેખીતી રીતે વ્યક્તિ સામાન્ય જ હોય છે, પરંતુ તેની જાતીય આનંદ લેવાની પ્રવૃત્તિઓ ગુદાદ્વાર સાથે સંકળાયેલી હોય છે. તેને એમાં જ આનંદ મળતો હોવાથી આવા યુવાનો ગુદામાં કંઈ પણ ચીજો અંદર નાખી દે એવું બને છે.
