એકમાં પતિએ પત્નીનું માથું ધડથી જુદું કરી નાખ્યું, બીજીમાં પત્નીએ પતિનું માથું ધડથી જુદું કરી નાખ્યું
પતિએ મારી નાખેલી પત્ની. પતિને મારી નાખનાર પત્ની.
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જખઈ ગામમાં ૨૬ વર્ષની મહિલાએ તેના પતિ સૌરભ સિંહને મારીને તેનું ધડ-માથું અલગ કરી નાખ્યાં હતાં. પતિ ટૅક્સી ચલાવવાનું કામ કરતો હતો. આ કામમાં તેણે તેના પ્રેમી સૂરજનો પણ સાથ લીધો હતો. તેણે માથું બોરવેલની રૂમમાં ફેંકી દીધું હતું. પોલીસે રવિવારે સૌરભના ધડ અને માથાને જપ્ત કરીને તપાસ આરંભી હતી અને બીજા જ દિવસે તેની પત્ની અને પ્રેમીને પકડી લીધાં હતાં.
જોકે ફિરોઝાબાદ જિલ્લાના નંદેગાવમાં આવી જ બીજી ઘટના ઘટી જેમાં પતિએ પત્નીને મારીને ધડ-માથું અલગ કરી નાખ્યાં હતાં. મંગળવારે સવારે લતાદેવી નામની એક મહિલાની લાશ તેના જ ઘરમાંથી ક્ષતવિક્ષત હાલતમાં મળી આવી હતી. લતાદેવીનું ધડ ખાટલા પર પડ્યું હતું અને તેમનું માથું કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું. પોતાના ભાઈઓ સાથે મળીને પત્નીની હત્યા કરનારો આશુતોષ નામનો પતિ ફરાર થઈ ગયો હતો, પરંતુ મોડી રાત સુધીમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો.


