Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દર ૩ વર્ષે આ કાકાના શરીરમાં નાગપંચમીના અવસરે મહિષાસુર પ્રવેશે છે

દર ૩ વર્ષે આ કાકાના શરીરમાં નાગપંચમીના અવસરે મહિષાસુર પ્રવેશે છે

Published : 22 August, 2026 12:24 PM | IST | Maharajganj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં નાગપંચમીના દિવસે ૭૦ વર્ષના બુદ્ધિરામના વર્તનમાં વિચિત્ર ફેરફાર જોવા મળે છે. તેઓ શરીરમાં મહિષાસુરનો પ્રવેશ થવાનો દાવો કરે છે અને ઘાસ-ભૂસું ખાય છે.

દર ૩ વર્ષે આ કાકાના શરીરમાં નાગપંચમીના અવસરે મહિષાસુર પ્રવેશે છે

દર ૩ વર્ષે આ કાકાના શરીરમાં નાગપંચમીના અવસરે મહિષાસુર પ્રવેશે છે


ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના રુદલાપુર ગામમાં નાગપંચમીના અવસરે ૭૦ વર્ષના બુદ્ધિરામ નામના ભાઈનું વર્તન અચાનક જ બદલાઈ જાય છે. તેમનો દાવો છે કે તેમના શરીરમાં મહિષાસુરનો પ્રવેશ થાય છે. ગામવાસીઓનું કહેવું છે કે લગભગ દર ૩ વર્ષે નાગપંચમીના જ દિવસે તેમના શરીરમાં અત્યંત વિચિત્ર બદલાવો થવા લાગે છે. બુદ્ધિરામ ધૂણવા લાગે છે અને જાનવરો માટેનું ઘાસ અને ભૂસું પોતે ખાવા લાગે છે. આ સિલસિલો છેક ૧૯૭૫થી જોવા મળ્યો છે. દર વર્ષે આવું નથી થતું, પરંતુ ૩ વર્ષના અંતરે નાગપંચમીમાં આ ખાસ બદલાવ થાય છે અને એ જોવા માટે મોટી સંખ્યામાં ગામલોકો તેમના ઘરે ઊમટી પડે છે. ઘાસ અને ભૂસું પાણીમાં પલાળીને તેમની સામે મૂકવામાં આવે છે અને બુદ્ધિરામ એમાં મોં ડુબાડીને મોંથી જ એ ખાય છે અને પછી ધૂણે છે. ગામના લોકો માટે આ શ્રદ્ધાનો વિષય છે. અલબત્ત, આ બાબતે કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ શકી નથી. 


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 12:24 PM IST | Maharajganj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK