Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચોરોને કંઈ ન મળ્યું તો નળ ચોરી ગયા

ચોરોને કંઈ ન મળ્યું તો નળ ચોરી ગયા

Published : 16 August, 2026 04:47 PM | IST | Banda
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના બાંદામાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરોને તિજોરી ન મળી તો તેઓ ઘરના પાણીના નળ અને પાઇપો કાઢીને લઈ ગયા. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમના પાસેથી 22 નળ તથા રોકડ રકમ મળી આવી.

ચોરોને કંઈ ન મળ્યું તો નળ ચોરી ગયા

ચોરોને કંઈ ન મળ્યું તો નળ ચોરી ગયા


ઉત્તર પ્રદેશના બાંદામાં બહારગામ ગયેલા એક પરિવારને ખબર પડી કે તેમના ઘરમાં ચોરી થઈ છે. પરિવારજનો મારતે ઘોડે પાછા ઘરે આવ્યા. જોયું તો મેઇન ડોરની સાંકળ તોડી નાખવામાં આવેલી. અંદર પણ બધું વેરવિખેર પડ્યું હતું. સૌથી નવાઈની વાત એ હતી કે આખાય ઘરમાંથી પાણીના નળ અને પાઇપો ગાયબ થઈ ગયાં હતાં. આ ચોરો જ્યારે પણ ચોરી કરવા જતા ત્યારે જો તેમને ધાર્યો હોય એટલો પૂરતો માલ ન મળે તો તેઓ ઘરના નળ અને નકૂચા બધું જ કાઢીને એના ભંગારમાંથી પૈસા ઊપજાવી લે છે. આ ભાઈના ઘરમાં તેમને તિજોરી ક્યાં છે એ ન મળી એટલે તેમણે નળ ચોરી લીધા હતા. પોલીસોએ આસપાસના લોકોએ કરેલા વર્ણન મુજબ ચાર ચોરોને પકડ્યા હતા. તેમના ઘરમાંથી આવાં ૨૨ નળ અને રોકડ રકમ મળી આવ્યા હતા. માત્ર આ ઘરે જ નહીં, કોઈ પણ ઘરેથી નળો ચોરવાની તેમને મજા આવતી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 04:47 PM IST | Banda | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK