પૈસા આપીને પરણ્યો, પત્ની ત્રણ દિવસમાં જ ભાગી ગઈ તો પત્ની પાછી અપાવો લખેલું પોસ્ટર લઈને પોલીસ-સ્ટેશન પહોંચ્યો યુવક
આ પીડિત પતિએ પોલીસ-કાર્યવાહીની માગણી કરી છે અને કહ્યું છે કે મને ન્યાય અપાવો.
ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી હમણાં ગજબ કિસ્સો સામે આવ્યો છે. અહીંના ચંડૌસ પોલીસ-સ્ટેશન વિસ્તારમાં એક યુવક પોલીસ-અધિકારીઓ પાસે પહોંચ્યો અને કરગરવા લાગ્યો. આ યુવકના હાથમાં એક ફોટો અને પોસ્ટર હતાં જેના પર તેણે પોતાની વાઇફનો ફોટો લગાવ્યો હતો. તેણે પોલીસને વિનંતી કરી કે કોઈ પ્લીઝ મારી ચોરાયેલી દુલ્હન શોધીને મને પાછી લાવી આપે. તેના હાથમાં રહેલા પોસ્ટરમાં લખ્યું હતું કે મને મારી પત્ની પાછી અપાવો. આ યુવકનો આરોપ છે કે તેણે લગ્ન કરવા માટે એક વીઘા જમીન વેચી દીધી હતી અને એક દલાલને લગ્ન કરવા માટે ૨.૭૦ લાખ રૂપિયા આપ્યા હતા. લગ્ન પછી તેની પત્ની ફક્ત ૩ દિવસ તેના ઘરે રહી અને પછી ખોટું બોલીને ઘરની કીમતી વસ્તુઓ લઈને ભાગી ગઈ. આ પીડિત પતિએ પોલીસ-કાર્યવાહીની માગણી કરી છે અને કહ્યું છે કે મને ન્યાય અપાવો.


