સાયન્ટિસ્ટોએ અત્યાર સુધીમાં પાંચ પ્રકારની સ્મેલ પર એનું પરીક્ષણ કર્યું છે. કૉફી, બિઅર, રેડ વાઇન, કેક અને ઑરેન્જની ખુશ્બૂ જો એક ડિવાઇસ પાસે રાખવામાં આવે તો બીજા ડિવાઇસ સુધી એ પહોંચી શકે છે અને ૭૩ ટકા વાર એનું ટ્રાન્સમિશન પર્ફેક્ટ રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
વૈજ્ઞાનિકોએ એક એવી ટેક્નૉલૉજી વિકસાવી છે જેમાં ઇન્ટરનેટ થકી હવે ખુશ્બૂ પણ ટ્રાન્સફર થઈ શકશે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી અને ચીનની ઝેજિયાંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સૅન્ટ્રોનિક નામની એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમમાં લાગેલાં ૬ ગૅસ-સેન્સર્સ AIની મદદથી મહેકની ઓળખ કરી શકે છે. આ જ મહેક ઇન્ટરનેટ થકી બીજા ડિવાઇસ સુધી પહોંચાડી પણ શકાય છે. બીજા ડિવાઇસમાં હાજર ખાસ લિક્વિડથી એવી જ ખુશ્બૂ તૈયાર કરવામાં આવે છે જે પહેલા ડિવાઇસનાં સેન્સર્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવી હતી. સાયન્ટિસ્ટોએ અત્યાર સુધીમાં પાંચ પ્રકારની સ્મેલ પર એનું પરીક્ષણ કર્યું છે. કૉફી, બિઅર, રેડ વાઇન, કેક અને ઑરેન્જની ખુશ્બૂ જો એક ડિવાઇસ પાસે રાખવામાં આવે તો બીજા ડિવાઇસ સુધી એ પહોંચી શકે છે અને ૭૩ ટકા વાર એનું ટ્રાન્સમિશન પર્ફેક્ટ રહ્યું છે. હજી આ ટેક્નૉલૉજી દરેક પ્રકારની યુનિક સ્મેલને પારખીને ટ્રાન્સમિટ કરી શકે એવું નથી બન્યું.
