ફ્રાન્સમાં એક અંતરિયાળ ગામમાં સ્ટુડન્ટ્સની કમીને કારણે સ્કૂલ બંધ થવાના આરે હતી, પરંતુ ગામવાસીઓએ એક જુગાડ કરીને સ્કૂલને બંધ થતી બચાવી લીધી. મૂશ નામના ફ્રાન્સના ગામમાં માત્ર ૯૬ વિદ્યાર્થીઓ જ હતા.
ગામની સ્કૂલ બંધ ન થઈ જાય એ માટે પાંચ ગાયને સ્ટુડન્ટ તરીકે ઍડ્મિશન આપ્યું
ફ્રાન્સમાં એક અંતરિયાળ ગામમાં સ્ટુડન્ટ્સની કમીને કારણે સ્કૂલ બંધ થવાના આરે હતી, પરંતુ ગામવાસીઓએ એક જુગાડ કરીને સ્કૂલને બંધ થતી બચાવી લીધી. મૂશ નામના ફ્રાન્સના ગામમાં માત્ર ૯૬ વિદ્યાર્થીઓ જ હતા. નિયમ મુજબ સ્કૂલ ચલાવવા માટે કમસે કમ ૧૦૦ સ્ટુડન્ટ્સ હોવા જરૂરી હતા. ગામમાં રહેતા લોકોની સંખ્યા ઓછી હોવાથી સ્કૂલમાં દાખલ કરી શકાય એવાં કોઈ બાળકો બચ્યાં જ નહોતાં. જોકે નિયમ મુજબ ૪ વિદ્યાર્થીઓ ઓછા હોવાથી શિક્ષણ ખાતા તરફથી એ સ્કૂલને બંધ કરવાનો આદેશ પણ અપાઈ ગયો હતો. જો આ સ્કૂલ બંધ થઈ જાય તો બાકીના વિદ્યાર્થીઓએ બીજા ગામે ભણવા જવું પડે એમ હતું. એવામાં તમામ ગામવાસીઓએ મળીને કોઈક જુગાડ કરવાનું વિચાર્યું. ગામના મેયરે એક અનોખો આઇડિયા લડાવ્યો. તેમણે સ્કૂલના ચોપડે પાંચ ગાયનાં નામ લખાવી લીધાં. અબૉન્ડસ, અમાન્ડિન, અબેઇલ, અર્લેટ અને એમસેલ એમ પાંચ ગાયનાં નામ પાડવામાં આવ્યાં અને તમામનાં નામ વિદ્યાર્થી તરીકે નોંધાવી દીધાં. હવે સ્કૂલના ચોપડામાં પાંચ ગાય પણ ભણે છે. ગામલોકોએ પણ મેયરના આ જુગાડને વધાવી લીધો. સ્કૂલની બહાર એક વાડો બાંધવામાં આવ્યો છે જ્યાં આ ગાયોને સ્કૂલના ટાઇમ દરમ્યાન બાંધવામાં આવે છે. મલતબ કે આ ગાયો રોજ સ્કૂલ અટેન્ડ પણ કરે છે.
