Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલઘરના રુદ્ર કિણીએ નૅશનલ રિલે રેસમાં મહારાષ્ટ્રને જિતાડ્યો બ્રૉન્ઝ મેડલ

પાલઘરના રુદ્ર કિણીએ નૅશનલ રિલે રેસમાં મહારાષ્ટ્રને જિતાડ્યો બ્રૉન્ઝ મેડલ

Published : 04 April, 2026 12:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિરવાડી ગામના યુવા ઍથ્લીટે ૪x૪૦૦ મીટર રિલે રેસમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું

નૅશનલ રિલે રેસમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર રુદ્ર કિણી

નૅશનલ રિલે રેસમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર રુદ્ર કિણી


પાલઘર જિલ્લાના બિરવાડી ગામના યુવા ઍથ્લીટ રુદ્ર કિણીએ ચંડીગઢ ખાતે નૅશનલ લેવલની ૪x૪૦૦ મીટર રિલે રેસમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને મહારાષ્ટ્રનું અને પોતાના ગામનું નામ રોશન કર્યું છે. રુદ્રએ ઓપન મેન્સ કૅટેગરીમાં આ સિદ્ધિ મેળવી છે.

ચંડીગઢમાં યોજાયેલી નૅશનલ ઓપન રિલે ચૅમ્પિયનશિપમાં રુદ્રએ મહારાષ્ટ્રની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ રસાકસીભરી સ્પર્ધામાં તામિલનાડુની ટીમે પ્રથમ અને પંજાબની ટીમે બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે રુદ્ર કિણીના શાનદાર પ્રદર્શનના જોરે મહારાષ્ટ્રની ટીમ ત્રીજા ક્રમે રહીને બ્રૉન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.



રુદ્રની આ સફળતા પાછળ તેના કોચ સ્નેહલ રાજપૂતનું યોગ્ય માર્ગદર્શન અને સખત તાલીમ જવાબદાર છે. રુદ્ર એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ગણેશ કિણી પાલઘરની જિલ્લા લાઇબ્રેરીમાં કામ કરે છે. રુદ્ર પાલઘરની ચાફેકર કૉલેજમાં અગિયારમીમાં અભ્યાસ કરી રહ્યો છે.


નૅશનલ લેવલે મેડલ જીતીને પાછા ફરેલા રુદ્રનું બિરવાડી ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમુખી હનુમાન મંદિરે વિશેષ સન્માન સમારોહ યોજાયા બાદ ઢોલ-નગારાંના તાલે તેના નિવાસસ્થાન સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આગામી સમયમાં રુદ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે એવી આશા ગામવાસીઓ રાખી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK