તમિલનાડુના એક યુવકે દાવો કર્યો છે કે, તેના કપડાના કારણે તેને મુંબઈ (Mumbai)માં વિરાટ કોહલીની વન8 કૉમ્યુન રેસ્ટોરન્ટ (Viral Video)માં એન્ટ્રી મળી નહોતી
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) સાથે જોડાયેલો એક નવો વિવાદ સામે આવ્યો છે. તમિલનાડુના એક યુવકે દાવો કર્યો છે કે, તેના કપડાના કારણે તેને મુંબઈ (Mumbai)માં વિરાટ કોહલીની વન8 કૉમ્યુન રેસ્ટોરન્ટ (Viral Video)માં એન્ટ્રી મળી નહોતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે અને લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.
તમિલનાડુના આ યુવકે વન 8 રેસ્ટોરન્ટની બહાર ઊભા રહીને વીડિયો બનાવ્યો છે. તેણે સફેદ શર્ટ અને સફેદ લુંગી પહેરી છે. વીડિયોમાં તે કહે છે કે, “આ જુહુમાં વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ છે. JW મેરિયોટ જુહુમાં ચેક ઇન કર્યા પછી, હું વન 8 રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. ફેમસ બ્રાન્ડના કપડા પહેર્યા પછી પણ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે મને એન્ટ્રી ન આપી અને કહ્યું કે મેં જે કપડાં પહેર્યા છે તે તેમના ડ્રેસ કોડમાં સામેલ નથી.”
ADVERTISEMENT
વીડિયોમાં યુવક આગળ કહે છે કે, “ખૂબ જ નિરાશા સાથે હું મારી હોટલ પરત જઈ રહ્યો છું. ખબર નથી કે તેઓ આ મામલે પગલાં લેશે કે નહીં, પરંતુ મને આશા છે કે આવા કિસ્સાઓ ફરીથી ન બને. હું યોગ્ય તમિલ સાંસ્કૃતિક પોશાક પહેરું છું. મેનેજમેન્ટે સમગ્ર તમિલ સમુદાય અને આપણી સંસ્કૃતિનું અપમાન કર્યું છે.”
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ધ્વની નામના યુઝરે કહ્યું છે કે, વિરાટ કોહલીને તેની રેસ્ટોરન્ટમાં ભારતીય પરંપરાગત પોશાક પહેરવાની મંજૂરી ન આપતા શરમ આવવી જોઈએ. જોકે, કેટલાક યુઝર્સે યુવક પર સવાલો પણ ઉઠાવ્યા છે. એક યુવકે કહ્યું છે કે, તે માઈક અને કેમેરા સાથે સંપૂર્ણ તૈયારી કરીને આવ્યો હતો. રવિવાર રાત સુધી આ પોસ્ટને 16 લાખથી વધુ વખત જોવામાં આવી હતી.
સૌથી મોટા પરોઠા
સોશિયલ મીડિયા પર પરાઠાનો એક વીડિયો વાયરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક ક્લિપની શરૂઆતમાં તમે એક માણસને જોઈ શકો છો. જેને પરાઠા બનાવવાની તૈયારી કરતો જોઈ શકાય છે. વિવિધ મસાલા અને ઘટકોનું સ્ટફિંગ બનાવે છે. તેને પરાઠામાં સ્ટફ કરી મોટા સ્કેવર ટેબર પર વેલણથી પરાઠા બનાવે છે. પરાઠા વણાઈ ગયા પછી તેને ગરમ તવા પર મુકે છે, જે તવાની સાઈઝ પણ ખુબ જ મોટી છે. તેલ વડે તે આખા પરાઠાને શેકે છે. પરાઠા તૈયાર થયા બાદ તેને ચટની, દહીં અને અથાણાં સાથે સર્વ કરે છે. જે જોઈને તમને પણ થશે કે આ ગરમા ગરમ પરાઠાનો સ્વાદ તમારી જીભને પહેલા મળે.