Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાપ આ રહા હૈ! હનુમાન જયંતિની શોભાયાત્રામાં લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટરથી વિવાદ

બાપ આ રહા હૈ! હનુમાન જયંતિની શોભાયાત્રામાં લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટરથી વિવાદ

Published : 02 April, 2026 09:43 PM | IST | Hyderabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ઘટનાએ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જેલમાં બંધ ગૅન્ગસ્ટરની તસવીરના ઉપયોગ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. એવું જાણવા મળ્યું છે કે શોભાયાત્રા દરમિયાન, કેટલાક કથિત રીતે ઉશ્કેરણીજનક નારા પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં "આપ કા બાપ આ રહા હૈ’ સામેલ છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)


હૈદરાબાદમાં હનુમાન જયંતિના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેણે લઈને હવે વિવાદ પણ શરૂ થયો છે. આ વીડિયોમાં, એક યુવક એક પોસ્ટર પકડીને ચાલતો જોવા મળે છે, જેમાં એક તરફ છત્રપતિ શિવાજી મહારાજ અને બીજી તરફ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ફોટો છે, જેને હવે ચર્ચા જગાવી છે.

પોસ્ટર પર વિવાદ થયો



વીડિયોમાં, એક વ્યક્તિ સ્કૂટરની પાછળ બેઠેલી જોવા મળે છે, તેના હાથમાં આ પોસ્ટર છે. આ ઘટનાએ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જેલમાં બંધ ગૅન્ગસ્ટરની તસવીરના ઉપયોગ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. એવું જાણવા મળ્યું છે કે શોભાયાત્રા દરમિયાન, કેટલાક કથિત રીતે ઉશ્કેરણીજનક નારા પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં `આપ કા બાપ આ રહા હૈ’ જેવા નારાઓનો સમાવેશ થાય છે.


પોલીસની હાજરી છતાં વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર થયા


ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એમ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી કે ધરપકડ અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

અગાઉ પણ આવી જ ઘટનાઓ નોંધાઈ હતી

આ પહેલા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર એક યુઝરે દાવો કર્યો હતો કે ઓડિશામાં રામ નવમી શોભાયાત્રા દરમિયાન પણ લૉરેન્સ બિશ્નોઈની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યાં તે કથિત રીતે બજરંગ દળના સભ્યો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.

લૉરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા કેસ

લૉરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી સૅન્ટ્રલ જેલમાં બંધ છે. તેને બિશ્નોઈ ગૅન્ગનો મુખ્ય નેતા માનવામાં આવે છે, અને તેનું નામ અનેક હાઈ-પ્રોફાઇલ ફોજદારી કેસોમાં જોડાયેલું છે. તેની ગૅન્ગ પર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવણીનો આરોપ છે. વધુમાં, તેણે અનેક વખત બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકીઓ આપી છે.

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે બાદશાહને આપી ધમકી : આ વખતે માથામાં ગોળી મારીશું

પાણીપતમાં એક મની એક્સચેન્જની ઑફિસ પર ફાયરિંગ કર્યા પછી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામથી રૅપર બાદશાહને તેના વિવાદિત ગીત ‘ટટીરી’ માટે જાનથી મારવાની ધમકી આપી હતી. લૉરેન્સ ગૅન્ગે રણદીપ મલિક ‌અનિલ પંડિત નામના સોશ્યલ મીડિયા પેજ પર ધમકીભરી પોસ્ટ મૂકી છે કે ‘ટટીરી ગીતથી હરિયાણાની સંસ્કૃતિને ખરાબ કરવાનો પ્રયાસ થયો છે. ૨૦૨૪માં તારી ક્લબ પર ટ્રેલર દેખાડ્યું હતું. આ વખતે સીધી તારા માથામાં ગોળી મારીશું.’ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે ફેસબુક પર એક નોટમાં બાદશાહ પર સીધો નિશાન સાધતા લખ્યું, "ગાયક બાદશાહ, તમે હરિયાણાની સંસ્કૃતિને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. 2024 માં, અમે તમને તમારા ક્લબમાં ટ્રેલર બતાવ્યું; આગલી વખતે, અમે તમને સીધા કપાળ પર ગોળી મારીશું."

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 09:43 PM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK