મેરઠના લિસાડી ગેટ વિસ્તારમાં એક વૈવાહિક વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. દાઢી પસંદ ન હોવાથી પત્ની વારંવાર ઝઘડા કરતી હતી. એમ છતાં પતિએ દાઢી કપાવવાની ના પાડી દીધી. અર્શી નામની એક યુવતીનાં સાત મહિના પહેલાં શાકિર નામના યુવક સાથે થયા હતા.
શાકિર, અર્શી અને તેનો દિયર
મેરઠના લિસાડી ગેટ વિસ્તારમાં એક વૈવાહિક વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. દાઢી પસંદ ન હોવાથી પત્ની વારંવાર ઝઘડા કરતી હતી. એમ છતાં પતિએ દાઢી કપાવવાની ના પાડી દીધી. અર્શી નામની એક યુવતીનાં સાત મહિના પહેલાં શાકિર નામના યુવક સાથે થયા હતા. નિકાહના થોડા સમય બાદ અર્શીએ પતિને તેની દાઢી નથી ગમતી એટલે એ કઢાવી નાખવા માટે પ્રેશર કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેને દાઢીવાળા પુરુષ પસંદ નથી એટલે પતિએ ક્લીન શેવ કરાવી લેવું. બીજી તરફ શાકિર એ માટે તૈયાર નહોતો. એટલે અર્શીએ બધાને એવું કહેવા માંડ્યું કે તેના જબરદસ્તી નિકાહ કરાવવામાં આવ્યા છે. તેણે આ બાબતે ફરિયાદ કરી અને વાત મૌલાના સુધી પહોંચી. તેમણે અર્શીનાં પિયરિયાંને પણ બોલાવ્યાં. જોકે આ બધી બબાલ ચાલી રહી હતી એ દરમ્યાન અર્શી તેના ક્લીન શેવ્ડ દેવર સાથે ત્રીજી ફેબ્રુઆરીએ ભાગી ગઈ. શાકિરે પત્ની ખોવાઈ ગઈ હોવાની પોલીસ-ફરિયાદ કરી. ગયા અઠવાડિયે અર્શી દિયર સાથે મેરઠ પાછી આવતાં તેનાં સાસરિયાં અને પિયરિયાં વચ્ચે હંગામો મચી ગયો હતો. પોલીસ આખરે અર્શી, શાકિર અને દિયરને પોલીસ-સ્ટેશન લઈ ગઈ. અર્શીએ પતિથી તલાકના બદલામાં અઢી લાખ રૂપિયાની માગણી કરી છે અને હવે તે દિયર સાથે જ રહેવા માગે છે એવું પણ સ્પષ્ટ કહી દીધું છે. શાકિરનું કહેવું હતું કે પત્ની માફી માગી લે તો તે હજીયે તેને સ્વીકારવા તૈયાર છે. જોકે અર્શી કોઈ કાળે આ વાત માનવા રાજી ન હોવાથી પોલીસચોકીની બહાર જ શાકિરે તલાક આપી દીધા હતા. હવે અર્શી અઢી લાખ રૂપિયાની માગણી લઈને પંચાયતમાં જવા માગે છે.

