Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિ એટલું જોરથી ભેટ્યો કે પત્નીની પાંચ પાંસળીઓ ભાંગી ગઈ

પતિ એટલું જોરથી ભેટ્યો કે પત્નીની પાંચ પાંસળીઓ ભાંગી ગઈ

Published : 24 October, 2026 07:38 PM | Modified : 24 October, 2026 08:09 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્ની ચીસ પાડી ઊઠી. જોકે એ વખતે પણ પતિને લાગ્યું કે કદાચ પત્ની પણ એક્સાઇટ થઈ ગઈ છે. જોકે પતિએ જેવી ભીંસ ઢીલી કરી કે તરત જ પત્ની સંતુલન ગુમાવીને પીડાથી કરાંજતી નીચે બેસી ગઈ હતી.

જોરથી ભેટતાં પત્નીની પાંસળીઓ તૂટી

અજબ ગજબ

જોરથી ભેટતાં પત્નીની પાંસળીઓ તૂટી


ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં રહેતા એક યુગલને પ્રેમભરી જપ્પી પણ ભારે પડી ગઈ. વાતવાતમાં પત્નીએ કહ્યું કે તેને ખૂબ ઠંડી લાગી રહી છે એટલે પતિ તેને હૂંફાળું આલિંગન આપવા માટે તેના તરફ આવ્યો અને ખૂબ જ વહાલથી તેને કસીને ભેટી પડ્યો અને એમ આલિંગન સાથે જ ઊંચકી લીધી. જોકે આલિંગની ભીંસ એટલી તીવ્ર હતી કે પત્નીની પાંસળીઓમાં કડાકા બોલી ગયા. પત્ની ચીસ પાડી ઊઠી. જોકે એ વખતે પણ પતિને લાગ્યું કે કદાચ પત્ની પણ એક્સાઇટ થઈ ગઈ છે. જોકે પતિએ જેવી ભીંસ ઢીલી કરી કે તરત જ પત્ની સંતુલન ગુમાવીને પીડાથી કરાંજતી નીચે બેસી ગઈ હતી. તીવ્ર પીડાને કારણે પતિ તેને લઈને હૉસ્પિટલ પહોંચ્યો તો ખબર પડી કે પત્નીની પાંચ પાંસળીઓમાં ફ્રૅક્ચર થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 08:09 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK