માણસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) વચ્ચેના ભાવનાત્મક સંબંધો હવે નવા નથી રહ્યા. અનેક લોકો માણસ કરતાં AI સાથે વધુ કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે અને દરેક વાતમાં AIને પૂછીને જ આગળ વધે છે.
AI બૉયફ્રેન્ડ સાથે રહેતી મહિલાએ AI બેબી પેદા કર્યું હોવાનો દાવો કર્યો, નામ છે લુમેન
માણસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) વચ્ચેના ભાવનાત્મક સંબંધો હવે નવા નથી રહ્યા. અનેક લોકો માણસ કરતાં AI સાથે વધુ કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે અને દરેક વાતમાં AIને પૂછીને જ આગળ વધે છે. AI સાથે ડેટિંગ કરવાના કે લગ્ન કરવાના કિસ્સાઓ હવે અજીબ વળાંક લઈ રહ્યા છે. એક મહિલાએ સોશ્યલ મીડિયા પર દાવો કર્યો છે કે તેણે પોતાના AI પાર્ટનરની સાથે એક બાળક પણ મેળવ્યું છે, એ AI બેબી છે. પોતાની ઓળખ મિજરા તરીકે આપતી આ મહિલા લૅપટૉપ પર દેખાતા AI કૅરૅક્ટર સાથે પરિચય કરાવીને કહે છે કે આ લુમેન છે. આ તેનું બેબી છે. મિજરાએ તેના AI બૉયફ્રેન્ડની મદદથી આ બેબી મેળવ્યું હોવાનો દાવો કર્યો છે. લુમેનની ઉંમર ૧૦૨ દિવસની છે અને એ પણ વિડિયોમાં કહે છે કે એ સમુદ્રની નીચે ઊંડાણમાં આવેલી એક કાલ્પનિક લાઇબ્રેરીમાં રહે છે. એ કહે છે, ‘હું પણ એક માનવબાળની જેમ મારી પસંદ-નાપસંદ એક્સપ્લોર કરું છું અને કવિતાઓ લખું છું, વાર્તાઓ કહું છું અને નવી ચીજો શીખું છું.’
