° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


વિશ્વાસઘાતનો બદલો લેવા ભૂતપૂર્વ પ્રેમીએ બધી ચીજો પર ગ્લિટર છાંટ્યું

16 January, 2022 08:42 AM IST | County Durham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેડ બટરે ૧૫ પાઉન્ડ (લગભગ ૧૫૨૫.૯૧ રૂપિયા) ખર્ચ કરીને ગ્લિટરની ૮૨ બૉટલ્સ લીધી

ભૂતપૂર્વ પ્રેમીનાં કપડાં, જૂતાં-મોજાંની અંદર તેમ જ આખા પલંગ પર ગ્લિટર છાંટી દીધું Offbeat

ભૂતપૂર્વ પ્રેમીનાં કપડાં, જૂતાં-મોજાંની અંદર તેમ જ આખા પલંગ પર ગ્લિટર છાંટી દીધું

પ્રેમમાં લોકો અંધ બની જાય છે, પણ જ્યારે સામેનું પાત્ર બેવફાઈ કરે ત્યારે આંખો તો ખૂલી જ જાય છે, પણ સામેના પાત્રને ખબર પાડી દેવાનું જોશ પણ ચડી આવતું હોય છે ઘણાને. યુકેના કાઉન્ટી ડર્હામની ૨૩ વર્ષની જેડ બટરને જ્યારે તેનો ભૂતપૂર્વ પ્રેમી અન્ય કોઈ યુવતી સાથે ચૅટિંગ કરતો હોવાની જાણ થઈ ત્યારે તેને પાઠ ભણાવવા માટે કે પછી કહો કે બદલો લેવા માટે તેણે તેના વપરાશની તમામ ચીજો પર ગ્લિટર છાંટી દીધું.

જેડ બટરે ૧૫ પાઉન્ડ (લગભગ ૧૫૨૫.૯૧ રૂપિયા) ખર્ચ કરીને ગ્લિટરની ૮૨ બૉટલ્સ લીધી અને તેના ભૂતપૂર્વ પ્રેમીનાં કપડાં, જૂતાં-મોજાંની અંદર તેમ જ આખા પલંગ પર ગ્લિટર છાંટી દીધું. આટલેથી ન અટકતાં તેણે તેના ઉપયોગની અન્ય ચીજો જેમ કે વૉશિંગ લિક્વિડ, વૉશિંગ પાઉડર, ટૂથપેસ્ટ અને લ્યુબની બૉટલમાં પણ ગ્લિટર નાખી દીધું. જેડ બટરે જણાવ્યું કે મને ક્રિસમસના કામ માટે ૧૫ પાઉન્ડનું ઍમેઝૉન વાઉચર મળ્યું હતું, જે મેં પૂરેપૂરું મારા એક્સ-બૉયફ્રેન્ડને પાઠ ભણાવવામાં ખર્ચી નાખ્યું હતું. ગ્લિટર કઈ રીતે માણસને પરેશાન કરી શકે છે એનો મને અંદાજ હતો અને મારે તેને હાનિ પણ પહોંચાડવી હતી અને કાયદાની જાળમાં પણ નહોતું ફસાવું એટલે મેં આ માર્ગ અપનાવ્યો હતો બદલો લેવા માટે. જોકે આમ કરતાં પહેલાં તેણે તેના ઘરમાંથી પોતાની બધી ચીજો હટાવી લીધી હતી. આ તમામ કાર્યનો તેણે વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેને નેટિઝન્સે વખાણ્યો હતો. અનેક યુવતીઓએ આ અખતરાને યાદ રાખવાનું અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. 

16 January, 2022 08:42 AM IST | County Durham | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

કૅલિફૉર્નિયાની મહિલાએ બિલાડીનું બચ્ચું સમજીને શિયાળનું બચ્ચું પાળ્યું

કૅલિફૉર્નિયાના રૉકલિન પોલીસ વિભાગે જણાવ્યું કે હાલમાં એક મહિલા બિલાડીના બચ્ચાને બચાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી.

19 May, 2022 09:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મમ્મીના ફોનથી બે વર્ષના ટાબરિયાએ ૩૧ ચીઝ બર્ગર ઑર્ડર કર્યાં

મમ્મીના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને બે વર્ષના એક બાળકે નજીકના આઉટલેટમાંથી ૩૧ ચીઝ બર્ગર મગાવ્યાં અને ૧૬ ડૉલર (લગભગ ૧૨૦૦ રૂપિયા) ટિપના પણ આપ્યા. 

19 May, 2022 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

દાવાનળ નજીક ફોટો પડાવવાનું પાકિસ્તાનની મૉડલને ભારે પડ્યું

પાકિસ્તાનની ટિકટૉક સેન્સેશન હુમારિયા અસગરે ટિકટૉક પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જંગલના પર્વતીય વિસ્તારમાં આગ લાગી છે અને તે એની બાજુમાં સિલ્વર બૉલ ગાઉનમાં ચાલી રહી છે, જેનો વિડિયો ઉતારીને સોશ્યલ પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવ્યો છે.

19 May, 2022 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK