Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭ રૂપિયામાં ખરીદેલી ટિકિટ પર ૧ કરોડ રૂપિયાની લૉટરી લાગી

૭ રૂપિયામાં ખરીદેલી ટિકિટ પર ૧ કરોડ રૂપિયાની લૉટરી લાગી

Published : 24 October, 2026 07:52 PM | Modified : 24 October, 2026 08:21 PM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમલા દેવી નામની મહિલા બાળકો માટે કપડાં ખરીદવા ગઈ હતી ત્યારે તેને નસીબ અજમાવવા માટે એક લૉટરી-સ્ટૉલ પરથી ટિકિટ ખરીદવાનું મન થયું. તેણે સિક્કિમ સરકાર દ્વારા બહાર પડેલી માત્ર ૭ રૂપિયાની લૉટરીની ટિકિટ ખરીદી હતી.

વિમલા દેવીને લાગી લૉટરી

અજબ ગજબ

વિમલા દેવીને લાગી લૉટરી


કહેવાય છે કે શ્રદ્ધા હોય તો નસીબ આડેથી પાંદડું હટવામાં વાર નથી લાગતી. પંજાબના કોટકપુરામાં મજૂરીકામ કરતા એક પરિવારની કિસ્મત એક લૉટરીની ટિકિટે રાતોરાત પલટી નાખી હતી. વિમલા દેવી નામની મહિલા બાળકો માટે કપડાં ખરીદવા ગઈ હતી ત્યારે તેને નસીબ અજમાવવા માટે એક લૉટરી-સ્ટૉલ પરથી ટિકિટ ખરીદવાનું મન થયું. તેણે સિક્કિમ સરકાર દ્વારા બહાર પડેલી માત્ર ૭ રૂપિયાની લૉટરીની ટિકિટ ખરીદી હતી. એ વખતે તેને કદાચ અંદાજ પણ નહોતો કે અચાનક થયેલું આ મન તેની જિંદગી પલટી નાખશે. બીજા દિવસે સાંજે જ્યારે લૉટરીનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે તેની ટિકિટ પર ૧ કરોડ રૂપિયાનો જૅકપૉટ જાહેર થયો હતો. લૉટરી-સ્ટૉલના સંચાલકે વિમલા દેવીને એની જાણ કરતાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આખો પરિવાર દુકાને પહોંચ્યો હતો અને મીઠાઈ વહેંચીને અને ભાંગડા કરીને બધાએ સેલિબ્રેટ કર્યું હતું. અચાનક આટલી મોટી રકમ હાથમાં આવતાં એનું શું કરવું છે એ વિમલા દેવીને સમજાઈ નથી રહ્યું. જોકે તેનું કહેવું છે કે પરિવારના સભ્યો સાથે વાતચીત કરીને તે એક નાનો ધંધો શરૂ કરવાનો પ્લાન કરશે જેથી આ રૂપિયાથી તે વધુ રૂપિયા કમાઈ શકે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 08:21 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK