Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્વૉલિફાયર-વનમાં હાલાઈ લોહાણા v/s કચ્છી કડવા પાટીદાર તથા એલિમિનેટરમાં પરજિયા સોની v/s કપોળ

ક્વૉલિફાયર-વનમાં હાલાઈ લોહાણા v/s કચ્છી કડવા પાટીદાર તથા એલિમિનેટરમાં પરજિયા સોની v/s કપોળ

Published : 17 March, 2025 09:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭મી સીઝનમાં સુપર સિક્સના સંગ્રામ બાદ પ્લે-આૅફ માટેનો તખ્તો ગોઠવાઈ ગયો

મિડ-ડે ક્રિકેટ

મિડ-ડે ક્રિકેટ


સુપર સિક્સની બન્ને મૅચમાં હારીને બનાસકાંઠા રૂખી તેમ જ એક મૅચમાં જીત છતાં નબળા રન-રેટને લીધે માહ્યાવંશી ટુર્નામેન્ટમાંથી આઉટ : હાલાઈ લોહાણાએ ફૉર્મ જાળવી રાખતાં માહ્યાવંશી સામે ૯ વિકેટથી શાનદાર જીત મેળવી પૉઇન્ટ્સ-ટેબલમાં પ્રથમ સ્થાને : શનિવારે કપોળ સામે હાર્યા બાદ ગઈ કાલે કચ્છી કડવા પાટીદાર શાનદાર કમબૅક સાથે પરજિયા સોનીને ૮ વિકેટથી હરાવીને બે પૉઇન્ટ અને ૦.૪૯ના રન-રેટ સાથે બીજા ક્રમાંકે : કપોળ સામે રોમાંચક જીત પણ કચ્છી કડવા પાટીદાર સામે મળેલી હારને લીધે પરજિયા સોની બે પૉઇન્ટ અને -૦.૨૩ના રન-રેટ સાથે ત્રીજા ક્રમાંકે : ગઈ સીઝનનું ચૅમ્પિયન કપોળ બે પૉઇન્ટ અને -૦.૩૦ના રન-રેટ સાથે ચોથા ક્રમાંકે


મૅચ



હાલાઈ લોહાણાનો માહ્યાવંશી સામે વિકેટથી વિજય


માહ્યાવંશી (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૬૬ રન – તેજસ રાઠોડ ૧૭ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે બાવીસ, મોહિત રાણા ૧૪ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૮ અને જિગર લીલાકર ૧૫ બૉલમાં બે સિક્સર સાથે ૧૭ રન. મનન ખખ્ખર પાંચ રનમાં બે તથા જય ચંદારાણા ૧૪ રનમાં, પૃથ્વી ખખ્ખર ૧૬ રનમાં અને નીકુંજ કારિયા ૧૭ રનમાં એક-એક વિકેટ)

હાલાઈ લોહાણા (૪.૩ ઓવરમાં ૧ વિકેટે ૭૧ રન – પૃથ્વી ખખ્ખર ૧૧ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ પચીસ અને મનન ખખ્ખર ૧૨ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૩ રન. તેજસ રાઠોડ ૨૯ રનમાં એક વિકેટ)


મૅન ઑફ મૅચ : હાલાઈ લોહાણાનો મનન ખખ્ખર (પાંચ રનમાં બે વિકેટ અને ૧૨ બૉલમાં અણનમ ૨૩ રન.)

હાલાઈ લોહાણાના મનન ખખ્ખરને શ્રી હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની રમતગમત સમિતિના ચૅરમૅન ધર્મેશ પૂજારાના હસ્તે. (તસવીરો : નિમેશ દવે)

મૅચ

કચ્છી કડવા પાટીદારનો પરજિયા સોની સામે વિકેટથી વિજય

પરજિયા સોની (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૭૭ રન – જિગર સોની બાવીસ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૪, રાહુલ સોની ૧૫ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૬, દેવાંશ હિરાણી ૬ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૪ અને વિક્કી સોની ૧૫ બૉલમાં એક ફોર સાથે ૧૩ રન. દિનેશ નાકરાણી ૧૨ રનમાં બે તથા વેદાંશ ધોળુ ૧૫ રનમાં અને હિરેન રંગાણી ૧૬ રનમાં એક-એક વિકેટ)

કચ્છી કડવા પાટીદાર (૭.૨ ઓવરમાં બે વિકેટે ૭૮ રન – દિનેશ નાકરાણી ૨૩ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૩, વેદાંશ ધોળુ ૧૫ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૮ રન. મોનિલ સોની ૧૪ રનમાં બે વિકેટ)

મૅન ઑફ મૅચ : કચ્છી કડવા પાટીદારનો દિનેશ નાકરાણી (૧૨ રનમાં બે વિકેટ અને ૨૩ બૉલમાં ૪૩ રન)

કચ્છી કડવા પાટીદારના દિનેશ નાકરાણીને તેના જ સમાજના અગ્રણી જિજ્ઞેશ પોકારના હસ્તે.

મૅચ

માહ્યાવંશીનો બનાસકાંઠા રૂખી સામે વિકેટથી વિજય

બનાસકાંઠા રૂખી (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૨ રન – ચેતન સોલંકી ૩૪ બૉલમાં ૮ ફોર સાથે અણનમ ૪૩, ખીમજી મકવાણા પાંચ બૉલમાં૩ ફોર સાથે ૧૪, મનોજ રાઠોડ ૬ બૉલમાં એક ફોર સાથે ૯ રન અને રાકેશ વાલંત્રા ચાર બૉલમાં એક સિક્સર સાથે ૮ રન. મીત દમણિયા ૧૯ રનમાં બે તથા મયંક મહેંદીવાલા ૧૨ રનમાં, મોહિત રાણા ૧૮ રનમાં અને દીપક નાગણેકર ૧૮ રનમાં એક-એક વિકેટ)

માહ્યાવંશી (૮.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૦૪ રન – તેજસ રાઠોડ ૧૯ બૉલમાં પાંચ ફોર સાથે ૩૧, મયંક મહેંદીવાલા ૧૨ બૉલમાં પાંચ ફોર સાથે પચીસ, અમિત રાઠોડ ૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૩ અને જિગર લીલાકર ૧૨ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૨ રન. લોકેશ ડાંગિયા ૬ રનમાં, ધવલ સોલંકી ૧૬ રનમાં અને રાકેશ વાલંત્રા બાવીસ રનમાં એક-એક વિકેટ)

મૅન ઑફ મૅ ચઃ માહ્યાવંશીનો મયંક મહેંદીવાલા (૧૨ રનમાં એક વિકેટ અને ૧૨ બૉલમાં પચીસ રન)

માહ્યાવંશીના મયંક મહેંદીવાલાને તેના જ સમાજનાં યોગીતાબહેન દમણિયાના હસ્તે.

પૉઇન્ટ પોઝિશનસુપર સિક્સ રાઉન્ડ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રન-રેટ

હાલાઈ લોહાણા

૬.૫૨ Q

કચ્છી કડવા પાટીદાર

૦.૪૯ Q

પરજિયા સોની

-૦.૨૩ Q

કપોળ

-૦.૩૦ Q

માહ્યાવંશી

-૨.૯૦

બનાસકાંઠા રૂખી

-૩.૪૪

Q - ક્વૉલિફાય

મૅચ-શેડ્યુલ

શુક્રવારનો પ્લે-આૅફ રાઉન્ડ

સવારે .૦૦

ક્વૉલિફાયર-વન : હાલાઈ લોહાણા v/s કચ્છી કડવા પાટીદાર

સવારે ૧૧.૦૦

એલિમિનેટર : પરજિયા સોની v/s કપોળ

બપોરે .૦૦

ક્વૉલિફાયર-ટૂ : ક્વૉલિફાયર-વનની પરાજિત ટીમ v/s એલિમિનેટરની વિજેતા

રવિવારે ફાઇનલ

સવારે ૧૦.૦૦

ક્વૉલિફાયર-વનની વિજેતા ટીમ v/s ક્વૉલિફાયર-ટૂની વિજેતા ટીમ

નોંધ : દરેક ટીમે પોતપોતાની મૅચના નિર્ધારિત સમયના એક કલાક પહેલાં મેદાનમાં હાજર થઈ જવું.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2025 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK