Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સૅન્ડપેપર ગેટ માટે નવાં નિવેદનો એકત્રિત કરવા માટે એક સ્વતંત્ર પ્લૅટફૉર્મ બનાવશે

ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સૅન્ડપેપર ગેટ માટે નવાં નિવેદનો એકત્રિત કરવા માટે એક સ્વતંત્ર પ્લૅટફૉર્મ બનાવશે

Published : 19 November, 2026 09:20 AM | Modified : 19 November, 2026 09:36 AM | IST | South Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર ઉસ્માન ખ્વાજાએ પોતાના નવા પુસ્તક ‘સબ્ર’માં ખુલાસો કર્યો હતો કે બૉલ-ટૅમ્પરિંગના સમગ્ર ષડ્યંત્ર વિશે ઑસ્ટ્રેલિયન ટીમના તમામ સભ્યોને પહેલેથી જ પૂરી જાણ હતી. પૅટ કમિન્સ સહિતના એ ટીમના અન્ય પ્લેયર્સે આ દાવાઓને નકારી કાઢ્યા છે.

૨૦૧૮ની આૅસ્ટ્રેલિયન ટેસ્ટ-ટીમ

૨૦૧૮ની આૅસ્ટ્રેલિયન ટેસ્ટ-ટીમ


ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે એ ૨૦૧૮ના સાઉથ આફ્રિકા ટૂરમાં સામેલ પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફ માટે એક સ્વતંત્ર પ્લૅટફૉર્મ બનાવશે જેથી તેઓ આ ઘટના વિશે સંપૂર્ણ ગુપ્તતામાં પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકે. નવું પ્લૅટફૉર્મ ‘સર્કિટ બ્રેકર’ તરીકે કાર્ય કરશે અને બૉલ-ટૅમ્પરિંગ કાંડમાં નવી તપાસ શરૂ કરવાનું માધ્યમ રહેશે નહીં.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર ઉસ્માન ખ્વાજાએ પોતાના નવા પુસ્તક ‘સબ્ર’માં ખુલાસો કર્યો હતો કે બૉલ-ટૅમ્પરિંગના સમગ્ર ષડ્યંત્ર વિશે ઑસ્ટ્રેલિયન ટીમના તમામ સભ્યોને પહેલેથી જ પૂરી જાણ હતી. પૅટ કમિન્સ સહિતના એ ટીમના અન્ય પ્લેયર્સે આ દાવાઓને નકારી કાઢ્યા છે.



આ વિવાદ બાદ તત્કાલીન કૅપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટ પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. ડેવિડ વૉર્નર પછી કૅમરન બૅનક્રૉફ્ટે પણ આ વાત સ્વીકારતાં કહ્યું છે કે ‘તપાસ દરમ્યાન મારી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે મેં સંપૂર્ણ અને સત્યપૂર્ણ નિવેદન આપ્યું નહોતું. આખી ટીમ આ વસ્તુ જાણતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:36 AM IST | South Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK