Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આવતા મહિને કોલંબોમાં યોજાશે મિક્સ્ડ જેન્ડર ક્રિકેટ ટુર્નામેન્ટ

આવતા મહિને કોલંબોમાં યોજાશે મિક્સ્ડ જેન્ડર ક્રિકેટ ટુર્નામેન્ટ

Published : 17 October, 2026 04:24 PM | Modified : 17 October, 2026 04:49 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક ખંડીય ટીમમાં ૪૦ ખેલાડીઓ હશે જેમાં ૨૦ છોકરીઓ અને ૨૦ છોકરાઓનો સમાવેશ થાય છે. દરેક મૅચ એક જ દિવસમાં રમાશે જેમાં રેડ અને વાઇટ બન્ને પ્રકારના ક્રિકેટ બૉલનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ટીમ બે વાર બૅટિંગ કરશે.

કોલંબોમાં યોજાશે મિક્સ્ડ જેન્ડર ક્રિકેટ

કોલંબોમાં યોજાશે મિક્સ્ડ જેન્ડર ક્રિકેટ


ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૪થી ૨૯ નવેમ્બર દરમ્યાન શ્રીલંકાના કોલંબોમાં સિંહાલીઝ સ્પોર્ટ્‍સ ક્લબ (SSC) ખાતે ૮૦ ઓવરની મિક્સ્ડ જેન્ડર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.

‘ટેસ્ટ ટ્વેન્ટી’ નામની આ ટુર્નામેન્ટમાં વિશ્વભરમાંથી પસંદ કરવામાં આવેલા ૧૩થી ૨૧ વર્ષની વયના ૧૬૦ યુવા ક્રિકેટરો ભાગ લેશે. તેમને ચાર ખંડ-આધારિત ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. આમાં છોકરાઓ અને છોકરીઓ સાથે મળીને રમશે અને તેમના સંયુક્ત રન દ્વારા મૅચનું અંતિમ પરિણામ નક્કી થશે.



દરેક ખંડીય ટીમમાં ૪૦ ખેલાડીઓ હશે જેમાં ૨૦ છોકરીઓ અને ૨૦ છોકરાઓનો સમાવેશ થાય છે. દરેક મૅચ એક જ દિવસમાં રમાશે જેમાં રેડ અને વાઇટ બન્ને પ્રકારના ક્રિકેટ બૉલનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ટીમ બે વાર બૅટિંગ કરશે. પ્રથમ ૪૦ ઓવર દિવસના પ્રકાશમાં રમાશે, જેમાં ખેલાડીઓ પરંપરાગત રેડ બૉલનો ઉપયોગ કરશે, બાકીની ૪૦ ઓવર રંગીન યુનિફૉર્મમાં અને સફેદ બૉલ વડે રમાશે. પ્રથમ ઇનિંગ્સનો સ્કોર બીજી ઇનિંગ્સમાં પણ ગણતરીમાં લેવામાં આવશે.


ટુર્નામેન્ટના સલાહકાર બોર્ડમાં એ.બી. ડિવિલિયર્સ, મૅથ્યુ હેડન અને સર ક્લાઇવ લૉઇડ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગ્લોબલ સિલેક્શન કમિટીના અધ્યક્ષ વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 04:49 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK