Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનના નવા હેડ કોચ તરીકે રિચર્ડ પાયબસ નિયુક્ત

અફઘાનિસ્તાનના નવા હેડ કોચ તરીકે રિચર્ડ પાયબસ નિયુક્ત

Published : 26 February, 2026 11:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાનનો નવો હેડ કોચ રિચર્ડ પાયબસ વેસ્ટ ઇન્ડીઝની મેન્સ અને વિમેન્સ ઉપરાંત અન્ડર-19 ટીમને ચૅમ્પિયન બનાવી ચૂક્યો છે

રિચર્ડ પાયબસ

રિચર્ડ પાયબસ


અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ ઇંગ્લૅન્ડના ૬૧ વર્ષના રિચર્ડ પાયબસને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. પાયબસ ઇંગ્લૅન્ડના ૪૪ વર્ષના જોનાથન ટ્રૉટનું સ્થાન લેશે જેનો કાર્યકાળ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં અફઘાનિસ્તાનના અભિયાનના સમાપન પછી સમાપ્ત થયો હતો.

લિસ્ટ A ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર રિચર્ડ પાયબસની કોચિંગ-કારકિર્દી પ્રતિષ્ઠિત રહી છે. ૨૦૧૩થી ૨૦૧૯ સુધી વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ માટે મુખ્ય કોચ, ક્રિકેટ-ડિરેક્ટર જેવાં પદો પર તે કામ કરી ચૂક્યો છે. ૨૦૧૬માં તેના કોચિંગ અને માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઇન્ડીઝની પુરુષ, મહિલા અને અન્ડર-19 ટીમોએ ટાઇટલ જીત્યાં હતાં. તે ૧૯૯૯થી ૨૦૦૩ દરમ્યાન પાકિસ્તાન અને ૨૦૧૩માં બંગલાદેશની મેન્સ ટીમનો હેડ કોચ રહ્યો છે. સાઉથ આફ્રિકા ડોમેસ્ટિક ક્રિકેટમાં કોચિંગ કરી ચૂકેલો રિચર્ડ પાયબસ કોચ તરીકે નવ એલિટ ફ્રૅન્ચાઇઝી ચૅમ્પિયનશિપ ટાઇટલ જીત્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK