ક્રિકેટરે આ વર્ષે કાબુલ પ્રીમિયર લીગની બીજી સીઝન દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભ્રષ્ટાચાર વિરોધી કોડનું ઉલ્લંઘન કર્યું હતું
ઇહસાનુલ્લાહ જન્નત
અફઘાનિસ્તાનના ઇન્ટરનૅશનલ ક્રિકેટર ઇહસાનુલ્લાહ જન્નત પર મૅચ-ફિક્સિંગના આરોપમાં પાંચ વર્ષ માટે ક્રિકેટનાં તમામ ફૉર્મેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે ‘૨૬ વર્ષના આ ક્રિકેટરે આ વર્ષે કાબુલ પ્રીમિયર લીગની બીજી સીઝન દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભ્રષ્ટાચાર વિરોધી કોડનું ઉલ્લંઘન કર્યું હતું. તેણે આરોપો સ્વીકાર્યા છે અને ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની કબૂલાત કરી છે.’
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન નવરોઝ મંગલનો આ નાનો ભાઈ છેલ્લે જૂન ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. આ ટૉપ ઑર્ડર બૅટરે હમણાં સુધી એક T20, ત્રણ ટેસ્ટ અને ૧૬ વન-ડેમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું.