Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કમબૅક બાદ ઘરઆંગણે પ્રથમ મુકાબલમાં પંત સામે હૈદરાબાદના જાંબાઝોને રોકવાનો પડકાર

કમબૅક બાદ ઘરઆંગણે પ્રથમ મુકાબલમાં પંત સામે હૈદરાબાદના જાંબાઝોને રોકવાનો પડકાર

20 April, 2024 08:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંતના પરાક્રમીઓને આજે વધુ એક જીત સાથે જીતની હૅટ-ટ્રિક કરવી છે, પણ હૈદરાબાદ સામે દિલ્હીમાં તેમનો રેકૉર્ડ જોતાં એ મુશ્કેલ લાગે છે.

પંત

પંત


દિલ્હી કૅપિટલ્સ IPL 2024માં આજે પહેલી વાર મેઇન હોમગ્રાઉન્ડ દિલ્હીના ફિરોજશા કોટલામાં રમશે. દિલ્હી અત્યાર સુધી રમાયેલી સાતમાંથી પાંચ મૅચ હરીફ ટીમના આંગણે અને બે તેમના આ સીઝનના સેકન્ડ હોમગ્રાઉન્ડ વિશાખાપટ્ટનમમાં રમ્યું હતું. આ ૭માંથી ૪માં પરાજય અને છેલ્લી બન્ને મૅચમાં જીત સહિત કુલ ત્રણમાં વિજય સાથે દિલ્હી પૉઇન્ટ્સ-ટેબલ પર છઠ્ઠા નંબરે સ્ટ્રગલ કરી રહ્યું છે. આમ ખરાબ શરૂઆત બાદ દિલ્હી છેલ્લી બે મૅચમાં લખનઉ અને ગુજરાતને હરાવીને લયમાં આવી ગયું હોવાથી આજે એ ઘરઆંગણે જીતની હૅટ-ટ્રિક સાથે પ્લેઑફ માટે દાવેદારી મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ સીઝનમાં એક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસનાં ટૉપ ટૂ સ્કોર (૨૮૭ અને ૨૭૭ રન) બનાવીને મેદાન ગજાવી રહી છે. તેઓ ૬માંથી ૪માં જીત મેળવીને હાલમાં ચોથા નંબરે છે. હૈદરાબાદે છેલ્લી ત્રણેય મૅચ (ચેન્નઈ, પંજાબ અને બૅન્ગલોર)માં જીત મેળવી છે અને આજે પણ એ જ લય જાળવી રાખી જીતની બાઉન્ડરી ફટકારીને ટૉપ ફોરમાં સ્થાન મજબૂત કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. બન્ને ટીમે છેલ્લી મૅચમાં શાનદાર જીત મેળવી છે. દિલ્હીએ ગુજરાતને લોએસ્ટ ૮૯ રનમાં ઑલઆઉટ કરીને ૮.૫ ઓવરમાં ફાસ્ટેસ્ટ જીત મેળવી છે, જ્યારે હૈદરાબાદે બૅન્ગલોર સામે IPLના ઇતિહાસના હાઇએસ્ટ ૨૮૭ રન બનાવીને ૨૫ રનથી રોમાંચક જીત મેળવી છે.

પંતની ઇમોશનલ ઘરવાપસી



ઍક્સિડન્ટ બાદ રિષભ પંત એક વર્ષ પહેલાં ફિરોજશા કોટલા મેદાનમાં પહેલી વાર પબ્લિક સામે આવ્યો હતો અને ચાહકોને તેણે ઇમોશનલ કરી દીધા હતા. હવે તે ઘરઆંગણે ચાહકો સામે પહેલી વાર મેદાનમાં ઊતરવાનો હોવાથી આજે ચાહકો તેને વધાવવામાં કોઈ કચાશ બાકી નહીં રાખે. જોકે પંત માટે ઇમોશનલ થવું પરવડે એમ નથી, કેમ કે સામે વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન પૅટ કમિન્સ મોટો પડકાર છે. પંત માટે આજે હૈદરાબાદના જાંબાઝો હેન્રિક ક્લાસેન (૧૨૭ બૉલમાં ૨૫૩ રન, હાઇએસ્ટ ૨૪ સિક્સર અને ૯ ફોર), ટ્રૅવિસ હેડ (૧૧૮ બૉલમાં ૨૩૫ રન, ૧૧ સિક્સર અને ૨૮ ફોર), અભિષેક શર્મા (૧૧૭ બૉલમાં ૨૧૧ રન, ૧૮ સિક્સર અને ૧૬ ફોર) તથા એઇડન માર્કરમ (૧૧૫ બૉલમાં ૧૫૯ રન, ચાર સિક્સર અને ૧૦ ફોર)ને દિલ્હીના નાના મેદાનમાં રોકવાનો મોટો પડકાર છે. હૈદરાબાદે છેલ્લી મૅચમાં બૅન્ગલોર સામે ૨૮૭ રન ખડક્યા હતા.


દિલ્હીમાં દિલ્હીનો રેકૉર્ડ ખરાબ

પંતના પરાક્રમીઓને આજે વધુ એક જીત સાથે જીતની હૅટ-ટ્રિક કરવી છે, પણ હૈદરાબાદ સામે દિલ્હીમાં તેમનો રેકૉર્ડ જોતાં એ મુશ્કેલ લાગે છે. બન્ને ટીમ વચ્ચે ફિરોજશા કોટલામાં રમાયેલા કુલ ૬ મુકાબલામાંથી દિલ્હી એક જ વાર જીતી શક્યું છે. હૈદરાબાદે પાંચમાં જીત મેળવી છે. 


હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૩

દિલ્હીની જીત

૧૧

હૈદરાબાદની જીત

૧૨

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK