Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-શ્રીલંકા સિરીઝથી બનશે અજિંક્ય રહાણે કૉમેન્ટેટર

ભારત-શ્રીલંકા સિરીઝથી બનશે અજિંક્ય રહાણે કૉમેન્ટેટર

Published : 13 August, 2026 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮ વર્ષની ક્રિકેટ કરીઅર બાદ સંન્યાસ લેનાર અજિંક્ય રહાણે હવે કૉમેન્ટરી બૉક્સમાં નવી ઇનિંગ્સ શરૂ કરશે. તે ભારત-શ્રીલંકા સિરીઝથી સોની સ્પોર્ટ્સની કૉમેન્ટરી પૅનલમાં જોડાશે.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે


૧૮ વર્ષની શાનદાર કરીઅર બાદ તાજેતરમાં ક્રિકેટનાં બધાં જ ફૉર્મેટમાંથી સંન્યાસ લેનાર અજિંક્ય રહાણે હવે ૧૫ ઑગસ્ટથી ભારત-શ્રીલંકા સામેની સિરીઝથી એક નવા અવતારમાં જોવા મળશે. રહાણે સોની સ્પોર્ટ્‍સ નેટવર્કની કૉમેન્ટરી પૅનલમાં જોડાયો છે અને ટેસ્ટ-કૉમેન્ટેટર તરીકે એક નવી ઇનિંગ્સની શરૂઆત કરશે. 
નવી ઇનિંગ્સ વિશે રહાણેએ કહ્યું હતું, ‘ટેસ્ટ-કૉમેન્ટરીની શરૂઆત કરવાને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. ટેસ્ટ-ક્રિકેટ આપણી આ રમતનું સર્વોચ્ચ શિખર છે અને આટલાં વર્ષો સુધી આ ફૉર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા પછી હવે રમતને એક અલગ દૃષ્ટિકોણથી જોવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. આશા રાખું છું કે હું મારા આ અનુભવને ચાહકો માટે વધુ રોચક બનાવી શકીશ અને તેમને મેદાન પર જે બની રહ્યું હશે એની વધુ ઊંડી સમજ આપી શકીશ.’


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK