મુંબઈ સામેની મૅચમાં ચેન્નઈના બે લેફ્ટ-આર્મ સ્પિનર્સ અકીલ હુસેન અને નૂર અહમદે તરખાટ મચાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર અકીલ હુસેને ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી, જ્યારે અફઘાની સ્પિનર નૂર અહમદે ૪ ઓવરમાં ૨૪ રન આપીને બે વિકેટ લીધી હતી.
CSKના સ્પિનર્સ અકીલ હુસેન અને નૂર અહમદ યુનિક માસ્ક સેલિબ્રેશનને કારણે છવાઈ ગયા
મુંબઈ સામેની મૅચમાં ચેન્નઈના બે લેફ્ટ-આર્મ સ્પિનર્સ અકીલ હુસેન અને નૂર અહમદે તરખાટ મચાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર અકીલ હુસેને ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી, જ્યારે અફઘાની સ્પિનર નૂર અહમદે ૪ ઓવરમાં ૨૪ રન આપીને બે વિકેટ લીધી હતી.
બન્ને સ્પિનર્સ બોલિંગની સાથે યુનિક માસ્ક સેલિબ્રેશનને કારણે છવાઈ ગયા હતા. તેઓ વિકેટ લીધા બાદ ચહેરા પર જુદા-જુદા અંદાજમાં હાથ મૂકીને સેલિબ્રેશન કરે છે. આ સેલિબ્રેશન તેઓ હરીફ બૅટરને સંદેશ આપવા માટે કરે છે કે તમારો ચહેરો છુપાવી લો કારણ કે તમે આ બોલિંગનો સામનો કરવાને લાયક નથી.
શું હોય છે ગ્રીન ડૉટ બૉલ અવૉર્ડની અંદર?
ચેન્નઈ સુપર કિંગ્સના સ્પિનર અકીલ હુસેને ગ્રીન ડૉટ બૉલ અવૉર્ડ વિશેની રસપ્રદ વાત શૅર કરી હતી. IPLમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી દરેક ડૉટ બૉલ પર છોડ વાવવાનો સંકલ્પ લેવામાં આવે છે. દરેક મૅચમાં સૌથી વધુ ડૉટ બૉલ ફેંકનાર બોલરને ગ્રીન ડૉટ બૉલ અવૉર્ડ પણ આપવામાં આવે છે. આ સફેદ બૉલ આકારના અવૉર્ડની અંદર એક સ્પેશ્યલ ગિફ્ટ હોય છે. અવૉર્ડના એ બૉલને ખોલવા પર ખેલાડીને અંદર છોડ વાવવા માટે બીજ મળે છે.