ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૮ વિકેટે ૩૦૨ રન કર્યા છે અને જેકબ ૨૩૨ બૉલમાં ૧૪૨ રન કરીને અણનમ છે
જેકબ બેથેલ
ઍશિઝ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટના ચોથા દિવસે ગઈ કાલે ઇંગ્લૅન્ડના વન-ડાઉન બૅટર જેકબ બેથેલે સદી ફટકારી હતી. ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૮ વિકેટે ૩૦૨ રન કર્યા છે અને જેકબ ૨૩૨ બૉલમાં ૧૪૨ રન કરીને અણનમ છે. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૩૮૪ રન કર્યા હતા અને ઑસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં ૫૬૭ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ હવે ૧૧૯ રન આગળ છે અને આજે છેલ્લો દિવસ છે. કાંગારૂઓ સિરીઝમાં ૩-૧થી આગળ છે.


