લેનિંગે ૨૦૧૦માં ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. ૨૦૧૪માં ૨૧ વર્ષની ઉંમરે તેને ઑસ્ટ્રેલિયન ટીમની કૅપ્ટન્સી મળી હતી
મેગ લેનિંગ
રવિવારે બર્મિંગહૅમમાં કૉમનવેલ્થ ગેમ્સની સૌપ્રથમ વિમેન્સ ટી૨૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતને હરાવનાર ઑસ્ટ્રેલિયન ટીમની કૅપ્ટન મેગ લેનિંગે અંગત કારણસર અચોક્કસ મુદત માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. ૩૦ વર્ષની લેનિંગ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવનારી ટીમમાં કદાચ નહીં હોય.
ગઈ કાલે લેનિંગે સોશ્યલ મીડિયા પર જણાવ્યું, ‘બે વર્ષ ક્રિકેટમાં ખૂબ વ્યસ્ત રહ્યા પછી હવે મેં પોતાના પર વધુ લક્ષ્ય આપવાના હેતુથી બ્રેક લીધો છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને મારી સાથી ખેલાડીઓએ મને જે સપોર્ટ આપ્યો એ બદલ હું તેમની આભારી છું અને બધાને મારી વિનંતી છે કે બ્રેકના સમયગાળામાં મારા અંગત જીવનની ગુપ્તતા જાળવી રાખવામાં પણ મને મદદ મળી રહે એવી પણ મારી સૌકોઈને વિનંતી છે.’
ADVERTISEMENT
લેનિંગે ૨૦૧૦માં ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. ૨૦૧૪માં ૨૧ વર્ષની ઉંમરે તેને ઑસ્ટ્રેલિયન ટીમની કૅપ્ટન્સી મળી હતી. ત્રણેય ફૉર્મેટમાં તેણે કુલ ૧૭૧ મૅચમાં સુકાન સંભાળ્યું છે અને એમાંથી ૧૩૫ મૅચમાં ઑસ્ટ્રેલિયા જીત્યું છે. ૨૦૧૭થી અત્યાર સુધીનાં પાંચ વર્ષમાં તે ફક્ત પાંચ ઇન્ટરનૅશનલ મૅચ નથી રમી.

