જુનિયર પ્લેયર્સ પર શારીરિક હુમલાના આરોપના બચાવમાં જવાબ આપતાં બંગલાદેશની કૅપ્ટન સુલતાના કહે છે...
નિગાર સુલતાનાએ જુનિયર પ્લેયર્સ પર શારીરિક હુમલાના આરોપ વિશે પોતાનો બચાવ કરતાં હરમનપ્રીત કૌર પર નિશાન તાક્યું
બંગલાદેશ વિમેન્સ ક્રિકેટ ટીમની કૅપ્ટન નિગાર સુલતાનાએ જુનિયર પ્લેયર્સ પર શારીરિક હુમલાના આરોપ વિશે પોતાનો બચાવ કરતાં હરમનપ્રીત કૌર પર નિશાન તાક્યું હતું. ભારતની વર્લ્ડ કપ ચૅમ્પિયન હરમનપ્રીત કૌર મેદાન પર ઘણી વખત ભારે ગુસ્સામાં સ્ટમ્પને મારતી, પ્લેયર્સને જોખમી રીતે બૉલ મારતી અને લડાઈ કરતી જોવા મળી છે.
બંગલાદેશની કૅપ્ટન કહે છે કે ‘હું કોઈને શા માટે મારું? શું હું હરમનપ્રીત છું કે હું સ્ટમ્પ પર બૅટ ફટકારું? હું આવું શા માટે કરું? ડ્રેસિંગ રૂમમાં મારી અંગત જગ્યામાં હું કાંઈ પણ કરી શકું. હું મારા બૅટને ફટકો મારી શકું, મારી હેલ્મેટને ફટકો મારી શકું એ મારી મરજી છે. તમે બીજા ખેલાડીઓ અથવા બીજા કોઈને પણ પૂછી શકો છો કે મેં ક્યારેય આવું કાંઈ કર્યું છે ખરું?’
ADVERTISEMENT
બંગલાદેશની ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જહાંઆરા આલમે બંગલાદેશની કૅપ્ટન પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા.


