ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી વન-ડે સિરીઝ જીતનાર યજમાન બંગલાદેશે આ હરીફ સામે ત્રણ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી વિજયી શરૂઆત કરી છે. ન્યુ ઝીલૅન્ડે બે વ્યક્તિગત ફિફ્ટીની મદદથી ૬ વિકેટ ગુમાવીને 182 રન કર્યાં હતા.
તૌહિદ હૃદોય
ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી વન-ડે સિરીઝ જીતનાર યજમાન બંગલાદેશે આ હરીફ સામે ત્રણ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી વિજયી શરૂઆત કરી છે. ન્યુ ઝીલૅન્ડે બે વ્યક્તિગત ફિફ્ટીની મદદથી ૬ વિકેટ ગુમાવીને 182 રન કર્યાં હતા. જવાબમાં બંગલાદેશે તૌહિદ હૃદોયની ૨૭ બૉલમાં ૫૧ રનની અણનમ ઇનિંગ્સના આધારે ૧૮ ઓવરમાં ચાર વિકેટે ૧૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
૧૮૩ રનનો ટાર્ગેટ બંગલાદેશની ઘરઆંગણાની હાઇએસ્ટ સફળ T20 ચેઝ છે. અગાઉ બંગલાદેશે નવેમ્બર ૨૦૨૫માં ઘરઆંગણે આયરલૅન્ડ સામે ૧૭૧ રનનો મોટો T20 ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સિરીઝની અંતિમ બે મૅચ હવે ૨૯ એપ્રિલે અને બીજી મેના દિવસે રમાશે.
T20 જંગની શરૂઆતમાં જ ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન થયો ઘાયલ
બંગલાદેશ સામેની પહેલી T20 મૅચ પહેલાં ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન ટૉમ લૅધમ ઘાયલ થયો હતો. પ્રૅક્ટિસ દરમ્યાન જમણા પગના અંગૂઠામાં બૉલ આવ્યો હોવાથી તેના માટે સમસ્યા ઊભી થઈ હતી. ઓછા અનુભવવાળા પ્લેયર્સની આ કિવી ટીમની આગેવાની પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયામાં જન્મેલા બૅટિંગ ઑલરાઉન્ડર નિક કેલીએ કરી હતી.
