બૉયકૉટ દરમ્યાન પ્લેયર્સને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી...
બંગલાદેશ ક્રિકેટર્સ વેલ્ફેર અસોસિએશનનાે પ્રમુખ મોહમ્મદ મિથુન
બંગલાદેશ ક્રિકેટ બોર્ડ અને બંગલાદેશ ક્રિકેટર્સ વેલ્ફેર અસોસિએશન વચ્ચે સંમતિ બની છે એને પગલે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL) થઈ છે. ગુરુવારે જે મૅચ રમવા પ્લેયર્સ નહોતા આવ્યા એ મૅચો ગઈ કાલે રમાઈ હતી. બંગલાદેશ ક્રિકેટ બોર્ડે વિવાદિત નિવેદન આપનાર પોતાના સભ્ય એમ. નઝમુલ ઇસ્લામને પદ પરથી હટાવ્યા બાદ બંગલાદેશના પ્લેયર્સે ક્રિકેટ-બૉયકૉટનો અંત કર્યો હતો.
બંગલાદેશ ક્રિકેટર્સ વેલ્ફેર અસોસિએશન (CWAB)ના પ્રમુખ મોહમ્મદ મિથુને કહ્યું હતું કે ‘બોર્ડે અમને અન્ય માગણી વહેલી તકે પૂર્ણ કરવાનું વચન આપ્યું છે. આ બૉયકૉટ દરમ્યાન મને ફોન અને મેસેજ પર જાનથી મારવાની ઘણી ધમકી મળી છે. કેટલાક અન્ય ખેલાડીઓને પણ આવા મેસેજ મળ્યા છે. મેં પહેલાં ક્યારેય આનો અનુભવ કર્યો નથી. હું એક સંસ્થાનો પ્રમુખ છું. જો હું ખેલાડીઓના હક માટે બોલતો નથી તો આ પદ પર રહેવાનો શું અર્થ છે? દેશથી ઉપર કોઈ નથી.’


