હાફ સેન્ચુરી કરી ત્યારે ક્રિકેટ બોર્ડે લખ્યું : ફ્લાવર નહીં ફાયર હૈ સેન્ચુરી કરી ત્યારે ક્રિકેટ બોર્ડે લખ્યું : ફાયર નહીં વાઇલ્ડફાયર હૈ
નીતીશ કુમાર રેડ્ડી
આંધ્ર પ્રદેશનો ૨૧ વર્ષનો ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ફિલ્મી સ્ટાઇલમાં સેલિબ્રેશન કરીને સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો હતો. તેણે ફિફ્ટી ફટકાર્યા બાદ પુષ્પાની જેમ દાઢી પર હાથને બદલે બૅટ ફેરવ્યું હતું. સેન્ચુરી પૂરી કર્યા બાદ તેણે બૅટ પર હેલ્મેટ મૂકી મેદાન પર બેસીને બાહુબલીની જેમ સેલિબ્રેશન કર્યું હતું. તેની કરીઅરની પહેલી સેન્ચુરી બાદ તેનો ફોટો શૅર કરીને ભારતીય ક્રિકેટ બોર્ડે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું : ફાયર નહીં વાઇલ્ડફાયર હૈ. નીતીશે હાફ સેન્ચુરી પૂરી કરી ત્યારે ક્રિકેટ બોર્ડે તેના માટે લખ્યું હતું કે ફ્લાવર નહીં ફાયર હૈ.
ADVERTISEMENT
કોણે-કોણે શું-શું કહ્યું?
એવું લાગ્યું કે નીતીશ પાસે લગભગ દરેક ક્રિકેટ-શૉટ છે.
- ઑસ્ટ્રેલિયન બોલર સ્કૉટ બોલૅન્ડ
નીતીશ અને હું એકબીજાને કહેતા રહ્યા કે ગમે એ થાય અમે લડીશું.
- વૉશિંગ્ટન સુંદર
ભારતીય ટીમના ૮ અને ૯ નંબરના બૅટ્સમેન મળીને ૩૦૦થી વધુ બૉલ રમ્યા હોય એવું ક્યારેય નથી થયું.
- ઇરફાન પઠાણ
નીતીશ કુમાર રેડ્ડીની આ સેન્ચુરી ભારતીય ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી સેન્ચુરીઓમાંની એક છે.
- સુનીલ ગાવસકર