Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જસ્સીને છેક ૩૨૫ દિવસ બાદ મળી IPLમાં વિકેટ

જસ્સીને છેક ૩૨૫ દિવસ બાદ મળી IPLમાં વિકેટ

Published : 22 April, 2026 04:01 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ તેનો વિકેટ વગરનો સૌથી ખરાબ સમય હતો.

સોમવારે ગુજરાતના સાઈ સુદર્શનની વિકેટ લીધા બાદ જસપ્રીત બુમરાહ.

સોમવારે ગુજરાતના સાઈ સુદર્શનની વિકેટ લીધા બાદ જસપ્રીત બુમરાહ.


સોમવારે ગુજરાત ટાઇલટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે IPLમાં વિકેટલેસ રહેવાનો સિલસિલો તોડ્યો હતો. તેણે ગુજરાત સામે ૩ ઓવરમાં ૧૫ રન આપીને ૧ વિકેટ લીધી હતી. ગુજરાત સામે પહેલા જ બૉલે ઓપનર સાઈ સુદર્શનને ક્રિશ ભગતના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. બુમરાહે છેલ્લે ૩૨૫ દિવસ પહેલાં ૩૦ મેના દિવસે એલિમિનેટર મૅચમાં ગુજરાત સામે જ વૉશિંગ્ટન સુંદરની છેલ્લી વિકેટ લીધી હતી. ત્યાર બાદ તે છેલ્લી સીઝનની ક્વૉલિફાયર-ટૂ મૅચ અને વર્તમાન સીઝનની પહેલી પાંચ મૅચ એટલે કે ટોટલ ૬ મૅચમાં વિકેટલેસ રહ્યો હતો. બુમરાહ વર્તમાન સીઝનમાં ૧૧૫  બૉલ અને ઓવરઑલ ટુર્નામેન્ટમાં ૧૪૬ બૉલ સુધી વિકેટલેસ રહ્યો હતો. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ તેનો વિકેટ વગરનો સૌથી ખરાબ સમય હતો.

IPL સીઝનમાં સૌથી વધુ બૉલ બાદ પહેલી વિકેટ

પંજાબ કિંગ્સ માટે પ્રવીણ કુમાર (૨૦૧૨)

૧૫૯ બૉલ

ગુજરાત લાયન્સ માટે પ્રવીણ કુમાર (૨૦૧૬)

૧૪૭ બૉલ

દિલ્હી કૅપિટલ્સ માટે જેપી ડુમિની (૨૦૧૪)

૧૨૮ બૉલ

બૅન્ગલોર માટે અનિલ કુંબલે  (૨૦૦૮)

૧૨૪ બૉલ

મુંબઈ ઇન્ડિયન્સ માટે જસપ્રીત બુમરાહ (૨૦૨૬)

૧૧૫ બૉલ



પાવરપ્લેમાં પહેલી જ વખત સાઈ સુદર્શન, શુભમન ગિલ, જૉસ બટલર તંબુભેગા થયા


મુંબઈ સામેની મૅચમાં ગુજરાતના ટૉપ-ઑર્ડર બૅટર્સની નિષ્ફળતાને કારણે ટીમને ૯૯ રનની મોટી હાર મળી હતી. ઓપનર સાઈ સુદર્શન ઝીરો, કૅપ્ટન શુભમન ગિલ ૧૩  બૉલમાં ૧૪  રન અને ત્રીજા ક્રમનો બૅટર જૉસ બટલર ૬ બૉલમાં પાંચ રન કરીને ૪.૪ ઓવરમાં જ તંબુભેગા થયા હતા. પહેલી વખત ગુજરાતના આ ટૉપ-ઑર્ડરના બૅટર્સ એકસાથે પાવરપ્લેમાં તંબુભેગા થયા હતા. તેમની નિષ્ફળતાથી ટીમના મિડલ-ઑર્ડરની વાસ્તવિકતા પણ બહાર આવી હતી. વૉશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરુખ ખાન અને રાહુલ તેવતિયા લાંબા સમય સુધી પિચ પર ટકી શક્યા નહોતા. ટીમ-મૅનેજમેન્ટે પોતાની આ નબળાઈનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. એવું લાગી રહ્યું છે કે ગુજરાતનું બૅટિંગ-યુનિટ ટૉપ-ઑર્ડર સુધી જ સીમિત છે. ગુજરાતના મિડલ-ઑર્ડરને છેલ્લી સીઝનમાં વધારે બૅટિંગની તક મળી નથી. ૨૦૨૫માં જ્યારે ગુજરાતની ટીમ એલિમિનેટર મૅચ સુધી પહોંચી હતી ત્યારે સાઈ સુદર્શને ૭૫૯ રન, શુભમન ગિલે ૭૧૭ રન અને જૉસ બટલરે ૫૩૮ રન કર્યા હતા. ત્રણેયે એક સીઝનમાં ટૉપ-ઑર્ડર બૅટર્સ તરીકે રેકૉર્ડ પ્રદર્શન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 04:01 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK