Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એક IPL સીઝનમાં પહેલી વખત વાનખેડે સ્ટેડિયમમાં હારની હૅટ-ટ્રિક થઈ મુંબઈની

એક IPL સીઝનમાં પહેલી વખત વાનખેડે સ્ટેડિયમમાં હારની હૅટ-ટ્રિક થઈ મુંબઈની

Published : 25 April, 2026 04:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઈને પોતાની સૌથી મોટી જીત અને મુંબઈને સૌથી મોટી હાર મળી...

એક IPL સીઝનમાં પહેલી વખત વાનખેડે સ્ટેડિયમમાં હારની હૅટ-ટ્રિક થઈ મુંબઈની

એક IPL સીઝનમાં પહેલી વખત વાનખેડે સ્ટેડિયમમાં હારની હૅટ-ટ્રિક થઈ મુંબઈની


વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના જુસ્સાનો ધબડકો જોવા મળ્યો હતો. ચેન્નઈએ ૬ વિકેટ ગુમાવીને આપેલા ૨૦૮ રનના ટાર્ગેટ સામે મુંબઈ ૧૯ ઓવરમાં ૧૦૪ રને ઑલઆઉટ થયું હતુ. ચેન્નઈ સામેની ૪૦ મૅચોના ઇતિહાસમાં મુંબઈએ હમણાં સુધી કરેલો આ સૌથી ઓછો સ્કોર હતો. અગાઉ મુંબઈએ ૨૦૨૧માં ચેન્નઈ સામે ૧૩૬-૮ રન કર્યા હતા. 
૨૦૨૩થી મુંબઈ સામે ચેન્નઈની ૬ મૅચમાં આ પાંચમી જીત છે. મુંબઈને છેલ્લે આ કટ્ટર હરીફ સામે ૨૦૨૫માં જીત મળી હતી.

૧૦૩ રનની જીત એ ચેન્નઈ માટે IPLમાં સૌથી મોટી જીત હતી. અગાઉ તેઓ ૨૦૧૫માં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સામે ૯૭ રને મોટી જીત નોંધાવી શક્યા હતા. રનના મામલે મુંબઈની IPLમાં આ ૧૦૩ રનની સૌથી મોટી હાર હતી. ૨૦૧૩માં તેઓ રાજસ્થાન રૉયલ્સ સામે ૮૭ રને હાર્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સે હોમગ્રાઉન્ડમાં પોતાની હમણાં સુધીની સૌથી મોટી હાર નોંધાવી છે. અગાઉ તેઓ આ સ્ટેડિયમમાં ૨૦૧૫માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૩૯ રને હાર્યા હતા. આ પહેલી IPL સીઝન છે જેમાં મુંબઈને વાનખેડે સ્ટેડિયમમાં હૅટ-ટ્રિક હાર મળી છે. ૨૦૧૭ અને ૨૦૧૮ની સીઝન વચ્ચે તેઓ લાગલગાટ ચાર હારનો સામનો આ મેદાન પર કરી ચૂક્યા છે. 
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ આ સીઝનમાં કલકત્તા સામે પહેલી મૅચ ૬ વિકેટે જીત્યું હતું. જોકે ત્યાર બાદ બૅન્ગલોર સામે ૧૮ રન, પંજાબ સામે ૭ વિકેટ અને ચેન્નઈ સામે ૧૦૩ રનથી સતત હારનો સામનો કરવો પડ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK