ચેન્નઈ સુપર કિંગ્સે યંગ ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં અંશુલ ચેપૉક સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ બાદ તેના ડુપ્લિકેટ સાથે મુલાકાત કરતો જોવા મળ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સે અંશુલ કમ્બોજની મુલાકાત તેના ડુપ્લિકેટ સાથે કરાવી
ચેન્નઈ સુપર કિંગ્સે યંગ ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં અંશુલ ચેપૉક સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ બાદ તેના ડુપ્લિકેટ સાથે મુલાકાત કરતો જોવા મળ્યો હતો. અંશુલ કમ્બોજનો આ ડુપ્લિકેટ તામિલનાડુના નવા મુખ્ય પ્રધાન વિજયના શપથગ્રહણ સમારોહથી વાઇરલ થયો હતો.
રવિચન્દ્રન અશ્વિને ૧૦ મેના દિવસે સોશ્યલ મીડિયા પર શપથગ્રહણ સમારોહમાં સુરક્ષા-અધિકારી તરીકે સ્ટેજ પર ફરજ બજાવતા જવાનનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘આજે લખનઉ સામે મોટી મૅચ છે, ટૅક્સી લઈને ઝડપથી ચેપૉક સ્ટેડિયમ પહોંચ.’
અશ્વિનની એ પોસ્ટને કારણે અંશુલ કમ્બોજને પણ પોતાના આ ડુપ્લિકેટ વિશેના ઘણા મેસેજ સોશ્યલ મીડિયા પર મળ્યા હતા.
