IPLની પ્લેઑફની રેસ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ફટકો પડ્યો છે. ઇંગ્લૅન્ડનો અનુભવી ફાસ્ટ બોલર જૅમી ઓવર્ટન ઇન્જરીને કારણે ટુર્નામેન્ટની બાકીની મૅચોમાંથી બહાર થઈ ગયો છે. આ બોલિંગ ઑલરાઉન્ડરે આ સીઝનમાં ૧૦ મૅચમાં ૧૪ વિકેટ લેવાની સાથે ૧૩૬ રનપણ કર્યા હતા.
ડિયાન ફૉરેસ્ટર
IPL 2026ની પ્લેઑફની રેસ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ફટકો પડ્યો છે. ઇંગ્લૅન્ડનો અનુભવી ફાસ્ટ બોલર જૅમી ઓવર્ટન ઇન્જરીને કારણે ટુર્નામેન્ટની બાકીની મૅચોમાંથી બહાર થઈ ગયો છે. આ બોલિંગ ઑલરાઉન્ડરે આ સીઝનમાં ૧૦ મૅચમાં ૧૪ વિકેટ લેવાની સાથે ૧૩૬ રન પણ કર્યા હતા.
૨૦૨૫થી ચેન્નઈ માટે ૧.૫૦ કરોડ રૂપિયામાં રમી રહેલા જૅમી ઓવર્ટનના રિપ્લેસમેન્ટની પણ ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. ચેન્નઈએ સાઉથ આફ્રિકાના પચીસ વર્ષના ઑલરાઉન્ડર ડિયાન ફૉરેસ્ટરને ૭૫ લાખ રૂપિયામાં સામેલ કર્યો છે. માર્ચ ૨૦૨૬માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને તે પાંચ T20 મૅચમાં ૮૩ રન ફટકારીને વિકેટલેસ રહ્યો હતો.
T20 ક્રિકેટની ૩૬ મૅચમાં ૬૮૧ રન અને ૧૧ વિકેટનો રેકૉર્ડ ધરાવતો ડિયાન ફૉરેસ્ટર આ વર્ષે જ સાઉથ આફ્રિકાની SA20 લીગમાં જોબર્ગ સુપર કિંગ્સ માટે ૧૧ મૅચમાં ૧૭૫ રન ફટકારી ચૂક્યો છે. પાકિસ્તાન સુપર લીગમાં આ વર્ષે રાવલપિંડીઝ માટે ૬ મૅચમાં રમીને તેણે ૧૩૨ રન કર્યા હતા.
