Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડેમાં ફિફ્ટી ફટકારનાર ઓલ્ડેસ્ટ બૅટર બન્યો ઝિમ્બાબ્વેનો ક્રેગ ઇર્વિન

વન-ડેમાં ફિફ્ટી ફટકારનાર ઓલ્ડેસ્ટ બૅટર બન્યો ઝિમ્બાબ્વેનો ક્રેગ ઇર્વિન

Published : 22 September, 2026 09:46 AM | IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ વન-ડેમાં ઝિમ્બાબ્વેના ક્રેગ ઇર્વિને ૪૧ વર્ષ ૩૨ દિવસની ઉંમરે ૭૯ બૉલમાં ૫૯ રન કરી ફિફ્ટી ફટકારનાર ફુલ મેમ્બર દેશનો મોટી ઉંમરનો ખેલાડી બનવાનો રેકૉર્ડ બનાવ્યો. અગાઉ અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીના નામે રેકૉર્ડ હતો

ક્રેગ ઇર્વિન

ક્રેગ ઇર્વિન


ઑસ્ટ્રેલિયા સામેની અંતિમ વન-ડે મૅચમાં ઝિમ્બાબ્વેના ૪૧ વર્ષ ૩૨ દિવસની ઉંમર ધરાવતા ક્રેગ ઇર્વિને ૭૯ બૉલમાં ૫૯ રન કરીને મોટી સિદ્ધિ મેળવી હતી. ક્રેગ ઇર્વિન વન-ડે ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર ફુલ મેમ્બર નેશન ટીમનો ઓલ્ડેસ્ટ ખેલાડી બન્યો હતો. અગાઉ અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીએ ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયા સામે જ ૪૦ વર્ષ ૨૮૬ દિવસની ઉંમરે આ રેકૉર્ડ કર્યો હતો. 
ત્રીજી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ એક બૉલ પહેલાં રસપ્રદ એક વિકેટની જીત નોંધાવીને ક્લીન સ્વીપ કરી હતી. ઝિમ્બાબ્વેએ ત્રણ ફિફ્ટીની મદદથી ૨૭૧/૮નો સ્કોર કર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ જૉશ ઇંગ્લિસના ૧૦૨ બૉલમાં ૧૦૩ રનની મદદથી ૪૯.૫ ઓવરમાં ૨૭૨/૯નો સ્કોર કર્યો હતો. આ હરીફ સામે ઑસ્ટ્રેલિયાએ ચારેય વન-ડે સિરીઝ જીતી છે અને તેઓ માત્ર ૨૦૨૨ની સિરીઝમાં ક્લીન સ્વીપ કરતાં ચૂકી ગયા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:46 AM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK