Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અક્ષર પટેલ ઍન્ડ કંપની સામે લય જાળવી રાખવાનો પડકાર હશે

અક્ષર પટેલ ઍન્ડ કંપની સામે લય જાળવી રાખવાનો પડકાર હશે

Published : 25 March, 2026 08:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લી ૪ સીઝનથી પ્લેઑફમાં નથી પહોંચ્યું દિલ્હી, છેલ્લી સીઝનમાં ધમાકેદાર શરૂઆત છતાં ટીમ પાંચમા ક્રમે રહી હતી

અક્ષર પટેલ ઍન્ડ કંપની સામે લય જાળવી રાખવાનો પડકાર હશે

અક્ષર પટેલ ઍન્ડ કંપની સામે લય જાળવી રાખવાનો પડકાર હશે


ગુજરાતી ઑલરાઉન્ડર અક્ષર પટેલ પર હવે દિલ્હી કૅપિટલ્સને ફરી એક વાર જબરદસ્ત શરૂઆત અપાવવાનું પ્રેશર રહેશે. IPL 2025ના પહેલા તબક્કામાં ધમાકેદાર શરૂઆત બાદ બીજા તબક્કામાં ટીમે નબળું પ્રદર્શન કર્યું હતું. ૧૪માંથી ૭ જીત, ૬ હાર અને એક નો-રિઝલ્ટ મૅચને કારણે ટીમ ૧૫ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે રહી હતી. 
છેલ્લી સીઝનમાં દિલ્હીની ટીમે પંજાબ કિંગ્સ સામે  ૨૦૭ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટના વિજય સાથે સીઝનનો અંત કર્યો હતો. અક્ષર પટેલ ઍન્ડ કંપની એ જ લય જાળવીને નવી સીઝનની શરૂઆત કરવાનો ટાર્ગેટ રાખશે.


દિલ્હીની બૅટિંગ-લાઇનઅપમાં પથુમ નિસન્કા, કે. એલ. રાહુલ, કરુણ નાયર, પૃથ્વી શૉ, નિતીશ રાણા, બૅન ડકેટ, અભિષેક પોરેલ, ડેવિડ મિલર જેવાં મજબૂત નામ સામેલ છે. ટીમ પાસે અક્ષર પટેલ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ અને સમીર રિઝવી જેવા વિકલ્પ સામેલ છે. મિચલ સ્ટાર્ક, આકિબ નબી, કુલદીપ યાદવ, લુન્ગી ઍન્ગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન, કાઇલ જેમિસન અને દુષ્મન્થા ચમિરા જેવાં નામ દિલ્હીના બોલિંગ-યુનિટને સૌથી ખતરનાક બનાવી રહ્યું છે.

110
આટલી વિકેટ સાથે અમિત મિશ્રા હજી પણ આ ટીમનો હાઇએસ્ટ વિકેટટેકર છે. 

ચેન્નઈ સુપર કિંગ્સનો રેકૉર્ડ 
મૅચ - ૨૬૭ 
જીત - ૧૨૨ 
હાર - ૧૪૧ 
નો-રિઝલ્ટ - ૪ 
જીતની ટકાવારી - ૪૫.૬૯ ટકા 

3284
આટલા રન સાથે રિષભ પંત 
હજી પણ આ ટીમનો હાઇએસ્ટ રન-સ્કોરર છે. 

ટીમનો યંગેસ્ટ અને ઓલ્ડેસ્ટ પ્લેયર કોણ? 

૩૬ વર્ષ ૨૮૬ દિવસ સાથે સાઉથ આફ્રિકાનો ફિનિશર ડેવિડ મિલર આ ટીમનો ઓલ્ડેસ્ટ પ્લેયર છે. નાશિકનો સ્પિન ઑલરાઉન્ડર સાહિલ પારેખ આ ટીમનો યંગેસ્ટ પ્લેયર છે. એની ઉંમર ૧૮ વર્ષ ૨૮૯ દિવસ છે. 

28.40
વર્તમાન ટીમો વચ્ચે આટલી હાઇએસ્ટ ઍવરેજ ઉંમર ધરાવે છે દિલ્હી કૅપિટલ્સની ટીમ.

દિલ્હી કૅપિટલ્સનું પ્રદર્શન 
દિલ્હીની ટીમ ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૨, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ની સીઝનમાં ટૉપ ફોરમાં રહી હતી. ૨૦૨૦માં શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ પહેલી વખત ફાઇનલ મૅચ રમી હતી. જોકે એણે મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી ૪ સીઝન સહિત ૧૨ સીઝનમાં આ ટીમ લીગ-સ્ટેજમાં જ આઉટ થઈ ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 08:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK