Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ મિચલ સ્ટાર્કને IPLમાં રમવાની પરવાનગી આપી

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ મિચલ સ્ટાર્કને IPLમાં રમવાની પરવાનગી આપી

Published : 24 April, 2026 03:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ મૅચમાંથી ૩ જીત અને ૩ હારનો સામનો કરનાર અક્ષર પટેલ ઍન્ડ કંપનીનું બોલિંગ-યુનિટ ૧૧.૭૫ કરોડ રૂપિયાના મિચલ સ્ટાર્કની વાપસીથી વધુ મજબૂત બનશે.

મિચલ સ્ટાર્ક

મિચલ સ્ટાર્ક


ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ખભા અને કોણીની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં દિલ્હી કૅપિટલ્સ સાથે જોડાવા માટે તૈયાર છે. તેની સંભવિત વાપસી ૧ મેના રોજ જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં થઈ શકે છે. ૩૬ વર્ષના આ ખેલાડીને ભારતમાં ટુર્નામેન્ટ રમવાની મંજૂરી મળી છે એ વાતની પુષ્ટિ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કરી છે. ખભા અને કોણીમાં દુખાવાને કારણે તે જાન્યુઆરીના અંતથી રમ્યો નથી. સિડનીમાં એક અઠવાડિયા સુધી કોઈ પીડા વિના બોલિંગ કરી હોવાથી તે અડધી સીઝન બાદ IPLમાં જોડાવા માટે તૈયાર છે. ૬ મૅચમાંથી ૩ જીત અને ૩ હારનો સામનો કરનાર અક્ષર પટેલ ઍન્ડ કંપનીનું બોલિંગ-યુનિટ ૧૧.૭૫ કરોડ રૂપિયાના મિચલ સ્ટાર્કની વાપસીથી વધુ મજબૂત બનશે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK