સેમી-ફાઇનલમાં ઈશાન-વૈભવની ઈસ્ટ ઝોન ટીમ રજત-રિન્કુની સેન્ટ્રલ ઝોન સામે ટકરાશે
સ્પિન ઑલરાઉન્ડર શાહબાઝ અહમદ ૧૬૭ રન બનાવવા ઉપરાંત ૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.
બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં દુલીપ ટ્રૉફીની બીજી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ઈસ્ટ ઝોને નૉર્થ ઈસ્ટ ઝોન સામે એક ઇનિંગ્સ અને ૨૧૦ રને શાનદાર જીત નોંધાવી હતી. ઈસ્ટ ઝોને બે સેન્ચુરીની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૪૬૭ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૧૧૧ રન કરનાર નૉર્થ ઈસ્ટ ઝોન ફૉલો-ઑન દરમ્યાન બીજી ઇનિંગ્સમાં ૫૦ ઓવરમાં ૧૪૬ રનમાં ઑલઆઉટ થયું હતું.
કૅપ્ટન ઈશાન કિશન અને વાઇસ-કૅપ્ટન વૈભવ સૂર્યવંશીની ટીમ ઈસ્ટ ઝોને ૩૦ ઑગસ્ટથી શરૂ થતી દુલીપ ટ્રોફીની સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. પહેલી સેમી-ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સેન્ટ્રલ ઝોન સામે ઈસ્ટ ઝોનની ટક્કર થશે. સેન્ટ્રલ ઝોનનો કૅપ્ટન રજત પાટીદાર અને વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ છે.
આજે દુલીપ ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ જીતવા માટે નૉર્થ ઝોનને ત્રણ વિકેટની અને વેસ્ટ ઝોનને ૬૭ રનની જરૂર
ADVERTISEMENT
વેસ્ટ ઝોનના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે ૬૬ રન અને મુશીર ખાને ૯૬ રન ઝૂડ્યા
બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં દુલીપ ટ્રૉફીની પહેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં આજે નિર્ણાયક દિવસ છે. સેમી-ફાઇનલમાં પહોંચવા માટે ઋતુરાજ ગાયકવાડની ટીમ વેસ્ટ ઝોનને ૬૭ રન અને આયુષ બડોનીની ટીમ નૉર્થ ઝોનને ત્રણ વિકેટની જરૂરી છે.
નૉર્થ ઝોને બન્ને ઇનિંગ્સમાં અનુક્રમે ૨૫૧ રન અને ૨૨૨ રન કરીને ૨૮૭ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૮૭ રન કરનાર વેસ્ટ ઝોને ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૫૧ ઓવર રમીને ૨૨૦/૭નો સ્કોર કર્યો હતો.
