શ્રીલંકામાં સિરીઝની બીજી મૅચ પણ વરસાદથી પ્રભાવિત થઈ
T20 વર્લ્ડ કપ પહેલાં સહ-યજમાન શ્રીલંકામાં સતત બીજી મૅચમાં જોવા મળ્યો વરસાદ
શ્રીલંકામાં આયોજિત ૩ T20 સિરીઝની બીજી મૅચ DLS મેથડથી ૬ વિકેટે જીતી ઇંગ્લૅન્ડે સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો છે. શ્રીલંકા સામે ઇંગ્લૅન્ડે સતત બીજી T20 સિરીઝ જીતી છે અને આજે અંતિમ મૅચ જીતીને તેમની પાસે સતત બીજી T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાની તક રહેશે. મે ૨૦૧૪થી ઇંગ્લૅન્ડ આ હરીફ ટીમ સામે સતત દસમી મૅચ જીત્યું છે.
રવિવારે શ્રીલંકાએ પવન રથનાયકેના ૪૦ રનની મદદથી ૧૮૯/૫નો સ્કોર કર્યો હતો. મહેમાન ટીમની બૅટિંગ સમયે વરસાદ પડતાં તેમને DLS અનુસાર ૧૭ ઓવરમાં ૧૬૮ રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. ઇંગ્લૅન્ડે ટૉમ બેન્ટનના ૫૪ રન અને જોસ બટલરના ૩૯ રનની મદદથી ૧૬.૪ ઓવરમાં ૪ વિકેટે ૧૭૩ રન કરીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ADVERTISEMENT
402
ઇંગ્લૅન્ડ માટે હાઇએસ્ટ આટલી મૅચ રમીને જેમ્સ ઍન્ડરસન (૪૦૧ મૅચ)નો રેકૉર્ડ તોડ્યો જોસ બટલરે.


